ઉનાળાના કપરા દિવસોમાં વીજ ઝટકાને કારણે પાણી કાપના ફટકા પણ પડી રહ્યા છે. એક તો ઉનાળામાં પાણીની માંગ વધતા પાણીના પ્રશ્નો ઉભા છે ત્યારે બીજી તરફ વીજ કાપને કારણે આજે શુક્રવારે શહેરના પોણા ભાગમાં પાણી કાપ લદાયો હતો. ગરમીના દિવસોમાં કોર્પોરેશન દ્વારા પાણીની સમસ્યા હળવી કરવાના પ્રયાસ કરતા હોય છે. તેમાં વીજ કંપની કાપ લાદી કરંટ આપી રહી છે. આજે શહેરના સવા લાખ લોકોને પાણી કાપથી પ્રભાવિત થયેલ. શેત્રુંજી ડેમ પંપીંગ સ્ટેશન પર વીજ કંપની દ્વારા સવાર નાં ૭ થી બપોરનાં ૧ કલાક સુધી અને બુધેલ ય્ઉૈંન્ પંપીંગ સ્ટેશન પર સવારનાં ૬ થી બપોરનાં ૧૨ સુધી વિજકાપ રહેતા તથા તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ પર સવારનાં ૬ થી ૧૨ કલાક સુધી વિજકાપ રહેતા આ તમામ પંપીંગ સ્ટેશન પર વિજકાપનાં કારણે પંપીંગ બંધ રહેલ. અને પાણીની આવક મળતી બંધ થતા આજે તા. ૨૭ને શુક્રવારના રોજની પાણી વિતરણ વ્યવસ્થામાં પણ ફેરફાર થયો હતો. જેમાં ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ પરથી વિતરણ થતાં હાદાનગર વિસ્તારનો સવારનાં ૧૦ થી બપોરનાં ૫ સુધીનો પાણી સપ્લાય બંધ રહેલ. તેમજ જેટકો ઈજીઇ પર થી સવારનાં ૬ થી બપોરનાં ૨ સુધીનો પાણી સપ્લાય બંધ રહેલ. મિલ્ટ્રી સોસાયટી, બેંક કોલોની, હરિરામનગર, મહાદેવનગર, ઝવેરભાઈની વાડી, દેસાઈનગર, સરિતા સોસાયટી, કુમુદવાડી, ધોબી સોસાયટી, બાળવાટિકા આ તમામ વિસ્તારમાં પાણી કાપ રહેશે. તદુપરાંત ચિત્રા ફિલ્ટર ઈજીઇ પરથી અપાતા પાણી સપ્લાય સવારનાં ૧૦ થી બપોરનાં ૪ સુધી બંધ રહેલ. ફુલસર વિસ્તાર અને ઈશ્વરનગર વિસ્તાર માટે પાણી કાપ રહેશે. તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ હેઠળના વર્ધમાન ઈજીઇ સવારનો ૬ થી ૧ નો પાણી સપ્લાય બંધ રહેશલ. જેથી સમગ્ર ભરતનગર, દેવરાજનગર, માલધારી સોસાયટી, તળાજા રોડ આ તમામ વિસ્તાર માટે પાણી કાપ રહેશે. બાલયોગી ઈજીઇ પર સવારનાં ૬ થી બપોરનાં ૧ સુધીનો પાણી સપ્લાય બંધ રહેલ. સમગ્ર ગાયત્રીનગર, ખારસી, અખિલેશ, લાખવાડ, શહેર ફરતી સડક વિસ્તાર, રામાપીર -ધાવાડીમા શેરી વિસ્તાર, ચંદ્રમોલી, રુવા ગામ, પીપલ્સ આ તમામ વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહેલ. દિલબહાર ઈજીઇ પરથી સવાર નાં ૬ થી બપોરનાં ૨ સુધીનો પાણી સપ્લાય બંધ રહેલ. સમગ્ર હિલડ્રાઈવ, આઝાદનગર, ઈસ્કોન મેગા સીટી, કાળીયાબીડ ડ્ઢ વિસ્તાર સાગવાડી, કેસરિયા વિસ્તાર, વિરાણી સર્કલ વિસ્તાર, લખુભા હોલ વિસ્તાર, માધવબાગ, વૃંદાવન સોસાયટી વિસ્તાર માટે પાણી કાપ રહયો હતો. જ્યારે તખ્તેશ્વર ફિલ્ટર પરથી તખ્તેશ્વર પ્લોટ વિસ્તાર, ઉપરકોટ, શિલ્પીનગર, બારશે મહાદેવ વાડી, કાળુભા રોડ, વાઘાવાડી રોડ, ડી.એસ.પી. ઓફિસ રોડ વિસ્તાર, હરિયાળા પ્લોટ વિસ્તારનો સવારનાં ૮ થી બપોરનાં ૧૨.૩૦ સુધીનો પાણી સપ્લાય બંધ રહેલ. તેમજ નીલમબાગ ફિલ્ટર પર થી અપાતા પાણી સપ્લાય નિયમિત અને રાબેતા મુજબ રહેલ. જે વિસ્તારને બપોર બાદ પાણી સપ્લાય કરવામાં આવે છે તે વિસ્તાર માટે વીજ પાવર આવ્યા બાદ અને પાણી મળવાનું શરૂ થયા બાદ પાણી સપ્લાય શરૂ કરવામાં આવશે.