સિહોર ન.પા. ખાતે સફાઈ કામદારોની ભરતી માટે બે દિવસીય પસંદગી મેળો શરૂ
સિહોર ખાતે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં સફાઈ કામદારોની અછત હોય ત્યારે આજરોજ સફાઈ કામદારો વગેરે ડિપાર્ટમેન્ટની અંદર ભરતી કરવા અંગેનો શિહોર નગરપાલિકા ખાતે પસંદગી મેળો યોજાયો હતો જેમાં ૨૦૦થી વધુ લોકોએ ફોર્મ ભર્યા હતા આ પસંદગી મેળામાં શિહોર નગરપાલિકા દ્વારા સીનીયોરીટી પ્રમાણે ભરતી કરવામાં આવશે તેમજ એસસી એસટી ડિપાર્ટમેન્ટમાં પ્રથમ ચાન્સ આપવામાં આવશે જ્યારે હાલના તબક્કે સિહોર નગરપાલિકામાં જ ૨૮થી વધારે કર્મચારીઓ સફાઈમાં જરૂરિયાત હોય ત્યારે શિહોર નગરપાલિકા દ્વારા પસંદગી મેળો યોજાયો હતો
આ પસંદગી મેળો સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ ડિપાર્ટમેન્ટની અંદર કર્મચારીઓની ભરતી કરવામાં આવી ન હતી પરંતુ પ્રથમવાર નગરપાલિકા ખાતે કર્મચારી પસંદગી મેળો યોજાયો હતો જેમાં સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ ચીફ ઓફિસર બી.એસ.મારકણા ટાઉન પ્લાનિંગના ચેરમેન ડાયાભાઈ રાઠોડ તેમજ પ્રાદેશિક કમિશનરમાંથી વ્યાસ તેમજ કોર્પોરેટર દિપસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકામાં પાંચ વ્યક્તિઓની કમિટી નક્કી કરવામાં આવી હતી તે કમિટી મુજબ નીતિ-નિયમ મુજબ ભરતી કરવામાં આવશે તેવુ નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. આ ભરતીમાં નગરપાલિકા ખાતે આજરોજ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા તેમજ આવતીકાલે પણ બાકી રહેલા લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે સિહોર સિહોર તાલુકા તેમજ ભાવનગર જિલ્લામાંથી ઘણા બધા ફોર્મ ભરાયા હતા