શહેરની સેવાકીય સંસ્થા માતૃભક્તિ સેવા મંડળ દ્વારા દર મહિને વિધવા બહેનોને કીટ વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે તારીખ ૨૫ના રોજ ૧૦૦ વિધવા બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઘઉંનો લોટ, ચોખા, તેલ, ખીચડી, ખાડ, ચા તેમજ નાસ્તો સહિતની કીટો દાતાઓ તરફથી વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમીર ગાંધી, દક્ષાબેન, ભુમીબેન, ઇલાબેન, પરેશભાઈ, તરંગભાઈ, ધાર્મિક ગાંધી, ભાવનાબેન, અજયભાઈ, દિલીપભાઈ વિગેરે સહયોગમાં જોડાયા હતા