કચ્છમાંથી કરોડોનો લાલ ચંદનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

28

ઘણા સમયથી અહીંના બંદરે આયાત નિકાસના નામે મિસ ડિકલેરેશનથી દાણચોરીથી પ્રતિબંધિત માલસામાન અને કેફી દ્રવ્યોની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે
કચ્છ , તા.૨૭
કચ્છનો દરિયાઇ સીમા ગેરકાયદેસર વેપારનો અડ્ડો બની ગયો છે, જેમાં ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યો અનેકવાર ઝડપાયા છે. તથા મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી પર કેફીદ્રવ્યો અનેક વાર મળી આવ્યા છે. ત્યારે હવે મુંદ્રા પોર્ટ પરથી ફરી એકવાર લાલ ચંદનની દાણચોરીની ઘટના સામે આવી હતી. ડ્ઢઇૈં દ્વારા ૧૪ ટન અંદાજીત લાલ ચંદન જેની કિંમત અંદાજિત ૭ કરોડની છે, જે જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અહીંના બંદરે આયાત નિકાસના નામે મિસ ડિકલેરેશનથી દાણચોરીથી પ્રતિબંધિત માલસામાન અને કેફી દ્રવ્યોની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. ગઈ કાલે લાલ ચંદનના ૧૪ ટન જેટલા મોટા જથ્થાને વુડનીજ આઈટમ ડિકલેર કરીને દેશ બહાર મોકલવામાં આવી રહ્યું હતું. ડ્ઢઇૈંએ ઓપરેશન હાથ ધર્યું હતું. મુંદ્રા પોર્ટ પર સ્ૈંઝ્ર્‌ ટર્મિનલમાંથી ડીઆરઆઈએ રક્તચંદનનો જથ્થો એક્સપોર્ટ થાય તે પહેલાં જ ઝડપી પાડ્યું હતું. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગુરુવારના સાંજના સમયે દુબઈ એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં વુડનીજ આઈટમ હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુ જ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને રોકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. જેને ખોલીને ચેક કરતા અંદરથી રક્ત ચંદન હોવાનું બહાર આવ્યું હતું. ડીઆરઆઈ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં ઝડપાયેલ રક્ત ચંદન કે જેનું વજન કરતા તે ૧૪ ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર ૭ થી ૧૪ કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો અમદાવાદના આઇસીડી ખોડીયારથી લોડ થઈને મુંદ્રા દુબઈ સારજહા પોર્ટ એકસપોર્ટ થવા જઈ રહ્યો હતો ત્યારે ડ્ઢઇૈં દ્વારા કાર્યવાહી કરીને ઝડપી પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતના દક્ષિણી પૂર્વી ઘાટમાં આ લાલ ચંદનના વૃક્ષો મોટી માત્રામાં આવેલા છે. આ વૃક્ષોને કાપવા અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલું છે. પણ ચીનમાં આ રકતચંદનનું સાંસ્કૃતિક મહત્વ હોવાથી ભારતમાંથી ગેરકાયદેસર રીતે આ લાકડુ ચીન મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુન્દ્રા પોર્ટ ખાતે નિકાસકારનું કન્ટેનર ઓલ કાર્ગો સી.એફ.એસમાં ખોલતા તેમાંથી હોંગકોંગ નિકાસ માટે આવેલા ૬ કરોડના લાલ ચંદનના જથ્થાને ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં કુલ ૧૨ થી ૧૩ ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં નિકાસકાર તરીકે ભોલી એક્સપોર્ટ દિલ્હીનું નામ સામે આવ્યું છે. કન્ટેનરમાં આયર્ન અને બ્રાસનો બિલ્ડીંગ મટીરીયલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને ખોટું મટીરીયલ કરીને તેની આડમાં રક્તચંદનનું નિકાસ કરવામાં આવી રહ્યું હતું.

Previous article૨૦૩૦ સુધીમાં ભારત ડ્રોન હબ બનશે : મોદી
Next articleસેન્સેક્સમાં ૬૮૪, નિફ્ટીમાં ૧૮૨ પોઈન્ટનો ઊછાળો આવ્યો