કેરળમાં ચોમાસાએ સમયથી ૩ દિવસ પહેલા દસ્તક દીધી

18

ખેડૂતોથી લઇને સરકાર બધા મોનસૂનની રાહ જોઈ રહ્યા હોય છે, કારણ કે ૬૫ ટકા ખેતી વરસાદ આધારિત છે
નવી દિલ્હી, તા.૨૯
મોનસૂનની રાહ જોઇ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. મોસમ વિભાગના મતે દક્ષિણી-પશ્ચિમી મોનસૂને દેશમાં દસ્તક આપી દીધી છે.
રવિવારે મોસમ વિભાગે તેની પૃષ્ટી કરી છે. મોસમ વિભાગે ટિ્‌વટ કરીને જણાવ્યું કે સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમી મોનસૂન ૧ જૂને દેશમાં આવે છે જોકે આ વખતે ૨૯ મે ના રોજ દસ્તક દીધી છે. આ પ્રકારે ચોમાસું ત્રણ દિવસ પહેલા કેરળમાં પહોંચ્યું છે. આઈએમડીએ એક પખવાડિયા પહેલા બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત અસાનીના આધારે પૂર્વાનુમાન હતું કે આ વખતે દક્ષિણ-પશ્ચિમ મોસમ ૨૭ મે ના રોજ કેરળ તટથી ટકરાઇ શકે છે. ખેડૂતોથી લઇને સરકાર બધા મોનસૂનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. કારણ કે દેશની લગભગ ૬૫ ટકા ખેતી વરસાદ આધારિત છે. જ્યાં સિંચાઇની વ્યવસ્થા છે ત્યાં પણ વરસાદની જરૂરિયાત છે. પુરતા પ્રમાણમાં વરસાદ ન થવાથી નદીઓ, તળાવોમાં પાણીની અછત રહે છે. આ વખતે મોનસૂનની એટલા માટે પણ આતુરતાથી રાહ જોવા રહી છે કારણ કે પ્રી-મોનસૂન વરસાદ અંદાજથી ઓછો થયો છે. દેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં ૬૬ ટકા ઓછો વરસાદ થયો છે. મધ્ય ભારતમાં આ આંકડો ૩૯ ટકા રહ્યો. આ વખતે ગરમીએ પણ સમય પહેલા પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડવાનું શરુ કર્યું હતું. જેના કારણે માર્ચથી જ લૂ ની શરૂઆત થઇ ગઇ હતી. માર્ચમાં આ વખતે એટલી ગરમી પડી કે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આટલી ગરમીના કારણે પાક ઉપર પણ ખરાબ અસર પડી છે. ૨૦૧૮ પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે દેશમાં મોનસૂને ૨૯ મે રોજ દસ્તક દીધી છે. ૨૦૨૧માં મોનસૂનની એન્ટ્રી ૩ જૂનના રોજ થઇ હતી. આ પહેલા ૨૦૧૯માં તો મોનસૂન ૮ જૂનના રોજ આવ્યું હતું. ૨૦૨૨માં મોનસૂન તેના યોગ્ય સમયે ૧ જૂનના રોજ આવ્યું હતું. ગત મહિને આઈએમડીએ પોતાના પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું કે આ વખતે દક્ષિણ-પશ્ચિમી મોનસૂન સામાન્ય રહેવાની આશા છે. તેમના મતે મોનસૂન આ વખતે ૯૯ ટકા રહી શકે છે. જે સામાન્ય છે.

Previous articleદહેજના ખતરનાક ખેલે સાત જિંદગીઓ ખતમ કરી નાખી
Next articleકુરૂક્ષેત્રમાં જનતાને કેજરીવાલે કહ્યું અમને એક તક તો આપો