“પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના” હેઠળ જિલ્લાના પાંચ લાભાર્થી બાળકોને કલેકટર યોગેશ નિરગૂડેનાં હસ્તે કીટનું વિતરણ કરાયું

56

વડાપ્રધાનનાં હસ્તે “પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજના”નું વીડિયો કોન્ફરન્સથી લોંચીગ કરાવામાં આવ્યું : હારને હાતાશામાં ન ફેરવો, એને જીતનો મંત્ર બનાવો : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે ભાવનગર કલેકટર કચેરીનાં વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે કલેકટર યોગેશ નિરગૂડેનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ યોજના હેઠળ મંજૂર થયેલ ભાવનગર જિલ્લાનાં ૫ લાભાર્થી બાળકોને કલેકટર દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાનનો બાળકોને નામ સ્નેહપત્ર, કલેકટરનું સર્ટિફિકેટ,PMJAY કાર્ડ, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા તા.૨૯-૦૫-૨૦૨૧ નાં રોજથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું અનાવરણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૧-૦૩-૨૦૨૦ પછી કોરોના સંક્રમણથી માતા-પિતા બંને અથવા એવા બાળકો જેનાં માતા/પિતા પૈકી કોઈ એકનું અવસાન પહેલા થયું હોય અને હાલનાં હયાત વાલીનું કોરોનામાં અવસાન થયું હોય અથવા કાયદાકીય વાલી અથવા એવા વાલી જેમણે બાળક દત્તક લીધું હોય તે વાલીનું અવસાન કોરોનાથી થયું હોય તેવા અનાથ થયેલા બાળકોના નાણાંકિય, શૈક્ષણીક, આરોગ્ય, કાયદાકીય, વર્ધનના હેતુસર પ્રધાનમંત્રી દ્વારા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા PM CARE for Children Scheme જાહેર કરવામાં આવી છે.

આ યોજના હેઠળ ૨૩ વર્ષની વય સુધીના બાળકોને નાણાકીય સહયોગ આપવામાં આવશે. જેમાં શિક્ષણ, આરોગ્ય માટે ૧૮ વર્ષની વય સુધી રૂ.૧૦ લાખ સુધીનું સ્ટાઈપેન્ડ મળશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે પોતાનો બાળકો પ્રત્યેનો સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં અનાથ થયેલા બાળકોની મદદ અને તેમના સર્વાંગી વિકાસ સરકાર હંમેશા તત્પર છે. કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર તરફથી મળતી સહાય, મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત ૨૩ વર્ષની વય સુધી માસિક રૂ.૪,૦૦૦ ની સહાય અથવા પાલક માતાપિતા યોજના અંતર્ગત ૧૮ વર્ષની વય સુધી માસિક રૂ.૨,૦૦૦ સહાય, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ મુજબ અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે પોસ્ટમાં બાળકોનાં સંયુક્ત ખાતા ખોલાવવા તથા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના અન્વયે માસિક/વાર્ષિક ગણતરીનાં આધારે વયમર્યાદા ધ્યાને રાખી રૂ.૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ઈટ-gratia સહાય અંતર્ગત બાળકોને ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેમજ બાળકો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત PMJAY કાર્ડ આપવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત બાળકો સાથે કલેક્ટર યોગેશ નિરગૂડેએ સંવાદ કરી ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી અંગે માર્ગદર્શન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યાં હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેન ઉપેન્દ્રસિંહ ડોડીયા, બાળ કલ્યાણ સમિતિનાં સભ્યઓ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડનાં સભ્યઓ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ કલ્યાણ અધિકારી સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ ૫ બાળકો અને તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleભાવનગર શહેરની પાણી સમસ્યા મુદ્દે કૉંગ્રેસ દ્વારા મનપા કચેરીમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન
Next articleભાવનગર શહેરમાં શનેશ્વર મહારાજની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી, મંદિરોમાં ભાવિકોની ભીડ જામી