શ્રીનગર,તા.૩૧
જમ્મુ કાશ્મીરના અવંતિપુરામાં સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આ આતંકીઓ પાસેથી બે એકે-૪૭ રાઈફલ જપ્ત કરવામાં આવી છે. જે બે આતંકીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા છે તેમની ઓળખ શાહિદ રથર અને ઉમર યુસુફ તરીકે થઈ છે. શાહિદ ત્રાલનો રહેવાસી છે જ્યારે ઉમર યુસુફ શોપિયાંનો રહેવાસી છે. એનકાઉન્ટર ખતમ થયા બાદ સુરક્ષાબળો દ્વારા સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. રિપોર્ટ મુજબ અથડામણ એ વખતે શરુ થઈ જ્યારે સુરક્ષાબળોની સંયુક્ત ટીમ સર્ચ અભિયાન ચલાવી રહી હતી. તેમને વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. એ વખતે જ્યાં આતંકી છૂપાયા હતા ત્યાંથી ગોળીબાર થવા લાગ્યો જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોને પણ ગોળીબાર કરવો પડ્યો. આના એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે પુલવામા જિલ્લામાં સુરક્ષાબળો સાથે આખી રાત ચાલેી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી ઠાર મરાયા છે. પોલિસે સોમવારે આ માહિતી આપી હતી. પોલિસના એક પ્રવકતાએ જણાવ્યુ કે આ મહિનાની શરુઆતમાં પોલિસ કૉન્સ્ટેબલ રિયાજ અહેમદની હત્યામાં શામેલ એક આતંકવાદી પણ આ અથડામણમાં ઠાર મરાયો હતો. પોલિસ પ્રવકતાએ જણાવ્યુ કે પુલવામાના ગુંડીપુરમાં રવિવારે રાતે સુરક્ષાબળોએ આતંકવાદીઓને શોધવા માટે વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ. તેમણે કહ્યુ કે સર્ચ અભિયાન દરમિયાન જ્યારે સુરક્ષાબળોનુ દળ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધ્યુ તો નઝીર અહેમદ મીર નામના વ્યક્તિ ઘરમાં છૂપાયેલા આતંકવાદીઓ અંધાધૂંધ ગોળીબાર શરુ કરી દીધો ત્યારબાદ વળતી કાર્યવાહી કરવામાં આવી અને એનકાઉન્ટર શરુ થઈ ગયુ.
કાશ્મીરમાં કુલગામમાં મહિલા શિક્ષક પર આતંકી હુમલો, હોસ્પિટલમાં મોત
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓનું કાયરતાભર્યું કૃત્ય સામે આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ એક મહિલા શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા શિક્ષકનું નામ રજનીની છે તે સાંબાની રહેવાસી હતી.કુલગામ જિલ્લાના ગોપાલપોરા વિસ્તારમાં આજે સવારે આતંકવાદીઓએ એક હાઈસ્કૂલના શિક્ષક પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મંગળવારે કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ એક મહિલા શિક્ષક પર ગોળીબાર કર્યો હતો. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેણી જીવનની લડાઈ હારી ગઈ. શિક્ષકની ઓળખ રજનીની પત્ની રાજ કુમાર તરીકે થઈ છે. તે જમ્મુ વિભાગના સાંબા જિલ્લાની રહેવાસી હતી. પોલીસનું કહેવું છે કે આ જઘન્ય આતંકવાદી ગુનામાં સંડોવાયેલા આતંકવાદીઓને ટૂંક સમયમાં ઓળખી કાઢવામાં આવશે અને તેમને મારી નાખવામાં આવશે.