ભાવનગર ડિવિઝનમાં લેવલ ક્રોસિંગ જાગરૂકતા સપ્તાહ અને ઇન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસની ઉજવણી કરવામાં આવશે

38

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનમાં 03 જૂન, 2022 થી 09 જૂન, 2022 સુધી ઇન્ટરનેશનલ લેવલ ક્રોસિંગ જાગરૂકતા સપ્તાહ અને 09 જૂન, 2022ના રોજ આંતર્રાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ ગેટ જાગૃતિ દિવસ અને લેવલ ક્રોસિંગ જાગરૂકતા સપ્તાહનું આયોજન દર વર્ષે જૂન મહિનામાં કરવામાં આવે છે જેથી કરીને લેવલ ક્રોસિંગ ગેટ પર રોડ ઉપયોગકર્તાને શિક્ષિત કરવા અને ફાટક પાર કરતી વખતે સલામતી પ્રત્યે લોકો દ્વારા લેવામાં આવતી સાવચેતીઓ વિશે તેમને જાગૃત કરવામાં આવશે. રેલ્વે બોર્ડની સૂચનાઓ અનુસાર, આ વર્ષે આંતર્રાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતિ સપ્તાહ 03 મી જૂનથી 09મી જૂન, 2022 સુધી ઉજવવામાં આવશે અને 09મી જૂન, 2022ના રોજ આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત ભાવનગરના ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલના કુશળ નેતૃત્વમાં વરિષ્ઠ મંડલ સંરક્ષા અધિકારી અશોક કછાવાહ અને સલામતી વિભાગના કર્મચારીઓ દ્વારા મંડળના વિવિધ ફાટકો પર પોસ્ટર/બેનરો વગેરે દ્વારા વ્યક્તિગત રીતે સડ઼ક ઉપયોગકર્તાઓને સમજાવવામાં આવશે. સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો લેવલ ક્રોસિંગ ગેટની આસપાસના ગામોમાં ગ્રામ પંચાયતોની મુલાકાત આસપ્તાહ દરમિયાન લેશે અને ત્યાંના સ્થાનિક લોકોને જાણ કરશે અને પેટ્રોલ પંપ પર શેરી નાટકો દ્વારા અને પોસ્ટર/બેનરો વગેરે દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ચાલકોને રેલ્વે લેવલ ક્રોસિંગ ફાટક, સલામતીના નિયમો વિશે માહિતી આપવામાં આવશે, જેથી સંભાવિત અકસ્માતો અટકાવી શકાય.
રેલ્વેના વિવિધ વિભાગોના સુપરવાઈઝર અને અધિકારીઓએ વિવિધ લેવલ ક્રોસિંગ ફાટકોનું નિરીક્ષણ કરશે અને ફાટક વાળા તથા રોડ ઉપયોગકર્તાને ફાટક પસાર કરતી વખ્તે ઉપર થી પસાર થતી 25 કેવી વીજલાઇનને લગતી સાવચેતી અને અન્ય સાવચેતીઓ અને તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો સંભવિત અકસ્માતો અંગે જાગૃતિ લાવવામાં આવશે. ઘણા લેવલ ક્રોસિંગ ગેટ પર ઓટોમેટિક ટાઈમર લગાવવામાં આવ્યા છે, જે મુજબ ટ્રેન લેવલ ક્રોસિંગ પાર કરે તેની એક મિનિટ પછી જ ફાટક ખોલી શકાય છે, જેથી ફાટક વાળા પર ફાટક ખોલવા માટે બિનજરૂરી દબાણ ન કરવુ. લેવલ ક્રોસિંગ જાગરૂકતા સપ્તાહ અને આંતર્રાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસ નિમિત્તે, તમામ રોડ ઉપયોગકર્તાઓને ‘અકસ્માત કરતા મોડું સારૂ’, “જીવન છે તો જગત છે”, “તમારી જીંદગી અમૂલ્ય છે”, “તમારો પરિવાર તમારી રાહ જુએ છે એમને નિરાશ ન કરો” આ માહિતી આત્મસાત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Previous articleભાવનગર મનપા દ્વારા ચોમાસાને અનુલક્ષીને ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ, 24 કલાક કાર્યરત રહેશે
Next article૨૪ કર્મી.ઓને ઉત્તમ કામગીરી બદલ PCSTE એવોર્ડથી સન્માત કરાયા