ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલ

27

રાજ્યકક્ષાએ કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થિની પર શુભેચ્છાઓનો વરસાદ થયો
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે સીદસર ખાતે આવેલ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ ખાતે ૧૧ મો રાજ્યકક્ષા જુડો સ્પર્ધા યોજાઈ હતી જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થિનીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ભાવનગર ખાતે યોજાયેલ આ જુડો સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થિની રુચિકાબા જાડેજાએ ભાવનગરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાં ૭૦ કિલો વેઇટ કેટેગરીમાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને કોલેજ અને ભાવનગરનું ગૌરવ વધાર્યું હતું. ખેલ-મહાકુંભ ની રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ રુચિકાબા જાડેજાને કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleબંદર રોડ પરની ઘટનામાં ડમ્પરના ચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી
Next articleખેલમહાકુંભમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ પ્રાચીન ગરબામાં દ્વિતીય નંબર પ્રાપ્ત ભાવનગર ગૌરવ વધાર્યું