વિશ્વમાં અત્યાર સુધી મન્કીપોક્સ વાયરસના ૩૦૦થી વધારે કેસ

21

કોરોના વાઇરસની માફક મન્કીપોક્સ વૈશ્વિક મહામારી નહીં બને એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું આશ્વાસન
નવી દિલ્હી, તા.૨
વિશ્વમાં કોરોના વાઇરસ બાદ વધુ એક જીવલેણ વાઇરસ મન્કીપોક્સનો ડર જોવા મળી રહ્યો છે. ભારતમાં યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મંગળવારે એક ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં મન્કીપોક્સના કેસના સર્વેલન્સ, ઓળખ અને મેનેજમેન્ટની વિગતો છે. અત્યાર સુધી વિશ્વમાં ૩૦૦થી વધુ મન્કીપોક્સ વાઇરસના કેસો જોવા મળ્યા છે.જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુસાર, કોરોના વાઇરસની માફક મન્કીપોક્સ પણ વૈશ્વિક મહામારી નહીં બને. સંસ્થાએ તેને સંભવિત આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી ગણાવી છે. ઉપરાંત કોવિડ-૧૯ અને ઇબોલામાં જ પ્રકારે સતત રિસર્ચ અને રસીકરણની ઉપલબ્ધિ કરાવવામાં આવી રહી છે તે જ પ્રકારે આ વાઇરસની દવાઓ અંગે હાલ રિસર્ચ કરવામાં આવી રહ્યા છે.યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, મન્કીપોક્સ વાઇરસમાં દર્દી શરૂઆતમાં તાવ, માથાનો દુઃખાવો, મસલ્સ અને પીઠમાં દુઃખાવો, ઉપરાંત થાક અનુભવે છે. ચિકનપોક્સથી વિપરિત આ વાઇરસથી શરીરમાં જે લાલ ચકામા થાય છે. તે આગળ જતાં ગાંઠમાં પરિવર્તિત થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુસાર, સ્મોલપોક્સ કે ચિકનપોક્સને મન્કીપોક્સ સાથે સરખામણી ના કરવી જોઇએ. આ સિવાય ઓરી, બેક્ટેરિયલ સ્કિન ઇન્ફેક્શન, ખંજવાળ, સિફિલિસ અને અન્ય મેડિકેશન એલર્જીને પણ મન્કીપોક્સ સાથે સરખામણી કરવી અયોગ્ય છે. આ પ્રકારના એલર્જીક રિએક્શન માટે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. મન્કીપોક્સ મૂળ સેલ્ફ-લિમિટીંગ ડિસિઝ છે જેના લક્ષણો બેથી ચાર અઠવાડિયા સુધી જ રહે છે. ઇન્ફેક્શન બાદ ઇન્ક્યૂબેશન પીરિયડ અંદાજિત ૭થી ૧૪ દિવસની વચ્ચે અથવા ૫થી ૨૧ દિવસ સુધીનો રહે છે. હેલ્થ મિનિસ્ટ્રીની ગાઇડલાઇન અનુસાર, તેના પ્રસરણ અથવા સંચારક્ષમતા સ્ક્રેબ એટલે ગાંઠના ઉપરના પડ સદંતર ખરી જાય અથવા મટી જાય તેના એકથી બે દિવસ બાદ જ ઓછી થાય છે.

Previous articleકુલગામમાં આતંકીઓએ બેંકના કર્મચારીની ગોળી મારી હત્યા કરી
Next articleસોનિયા કોરોના પોઝિટિવ, પોતાને આઈસોલેટ કર્યા