માલધારી સમાજ ઉપર થતા અત્યાચાર રોકવાની માંગ સાથે સિહોરમાં ધરણા

54

સિહોર માલધારી સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે એક દિવસના પ્રતિક ધરણા કરીને સરકાર દ્વારા ગાયો ઉપર જે કાળો કાયદો લગાવવામાં આવ્યો હતો તે કાળા કાયદાને રદ કરવામાં આવેલ હોય તેમ છતાં પણ ગુજરાતના ખૂણે ખૂણે માલધારી સમાજ પર અત્યાચાર થતો હોય પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા જેમાં વડોદરામાં ત્રણ દિવસ પહેલા માલધારી સમાજના નેહડામાં જઈને માલધારી સમાજની દીકરી ઉપર અભદ્ર વર્તન કરવામાં આવ્યું અને માલધારી સમાજના પોતાના ઘરે બાંધેલા માલ ઢોરને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડબ્બામાં પૂરીને લઈ જવામાં આવ્યા અને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી ખરેખર સરકાર દ્વારા આ કાયદો રદ કરવામાં આવ્યો હોય તો આ શાના માટે કરવામાં આવ્યું બીજી બાજુ માલધારી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં ખૂણે ખૂણે ગૌચરની જમીનો દબાયેલી છે તેને દૂર કરવામાં આવે તો રસ્તા ઉપર રખડતી ગાયો બંધ થઈ જશે ત્યારે સિહોર માલધારી સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. સિહોર શહેર કોંગ્રેસ સમિતિ, ભાવનગર જીલ્લા શિવસેના, આમ આદમી પાર્ટી વગેરે દ્વારા સમર્થન આપવામાં આવ્યુ હતુ અને છાવણીની મુલાકાત કરવામાં આવી હતી ત્યારે માલધારી સમાજના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ માલધારી સમાજના પ્રમુખ અમીતભાઈ લવતુકા, ગોકુળભાઈ આલ, ધીરુભાઈ ચૌહાણ, ભાવનગર જિલ્લા માલધારી સમાજના પ્રમુખ મેઘજીભાઈ ગલાણી ગુજરાત માલધારી સેના જિલ્લા ઉપપ્રમુખ દેવાભાઈ બુધેલીયા માલધારી સેના તાલુકાના પ્રમુખ બુધાભાઈ બલ્યા દિનેશભાઈ સાટીયા વગેરે હાજર રહ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને જો આગામી દિવસમાં માલધારી સમાજને તેમનો ન્યાય નહીં મળે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

Previous articleગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર કુંભાર રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
Next articleએમપીમાં પણ અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ટેક્સ ફ્રી