મેં પહેલીવાર ઈન્ટિમેટ સીન કર્યા ત્યારે થોડું મુશ્કેલ લાગ્યું : ઈશા

291

મુંબઈ, તા.૪
ઈશા ગુપ્તા પ્રકાશ ઝાની સીરિઝ આશ્રમના ત્રીજા ભાગમાં જોવા મળવાની છે. આ સીરિઝમાં તેના લીડ એક્ટર બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટિમેટ સીન છે. હાલમાં એક્ટ્રેસે આ વિશે ખુલીને વાત કરી હતી. ઈશા ગુપ્તાએ કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં જ્યારે તમે ૧૦ વર્ષથી કામ કરી રહ્યા હો ત્યારે કમ્ફર્ટેબલ અને અનકમ્ફર્ટેબલ જેવું કશું હોતું નથી. એક્ટ્રેસના જણાવ્યા પ્રમાણે, લોકોને લાગે છે કે ઈન્ટેમસી એ સમસ્યા છે પરંતુ તે નથી, સિવાય કે જ્યાં સુધી તે તમારા વાસ્તવિર જીવનમાં સમસ્યા ન હોય. તેણે ઉમેર્યું હતું કે, દરેક સીન મુશ્કેલ છે, તે પછી તમે રડવા હોવ અથવા ઓન-સ્ક્રીન ડ્રાઈવિંગ કરી રહ્યા હો. ઈશા ગુપ્તાએ ઉમેર્યું હતું કે, જ્યારે તેણે પહેલીવાર ઈન્ટિમેટ સીન શૂટ કર્યા ત્યારે તેના માટે તે મુશ્કેલ હતા. જો કે, તેના કહેવા પ્રમાણે જ્યારે તમે સમજુ લોકો સાથે કામ કરતા હોય અને તમારી આસપાસ સારો એક્ટર હોચ ત્યારે, તમને કોઈ વાંધો આવતો નથી. ઈશાએ બોલિવુડ લાઈફ સાથેની વાતચીતમાં તેમ પણ કહ્યું હતું, બોબી દેઓલે જીવનમાં અગાઉ પણ ઈન્ટિમેટ સીન કર્યા જ હશે અને તેને ખાતરી છે કે તે ઠીક હશે.એક્ટ્રેસે કહ્યું હતું કે જ્યારે તમે વાસના દેખાડવાનો પ્રયાસ કરો છો ત્યારે તમારે ખાતરી કરવી જોઈએ કે વાસના દેખાતી હોય. જ્યારે તમે પ્રેમ દેખાડવાનો પ્રયાસ કરો ત્યારે માત્ર પ્રેમ જ દેખાય અને વાસના નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. ઈશાને આશા છે કે, જે પણ સીન તેમણે કર્યા તેને ન્યાય આપવામાં તે સક્ષમ રહી છે. બોબી દેઓલ સાથે કામ કરવાના અનુભવ વિશે ઈશા દેઓલે કહ્યું હતું કે હું ગુપ્ત અને બાદલ જોઈને મોટી થયું છે. મારી એટલી ઉંમર નહોતી કે તે ક્રશ છે તેમ સમજી શકું. હું ટોમબોય હતી પરંતુ બોબી દેઓલ અને હ્રિતિક રોશને પ્રેમમાં વિશ્વાસ અપાવ્યો હતો. મને યાદ છે કે મેં ઘણી પાર્ટીમાં દુનિયા હસીનો કા મેલામાં ડાન્સ કર્યો હતો. જ્યારે હું બોબીને પહેલીવાર મળી ત્યારે તે ભાગ્યે જ કંઈ બોલ્યો હતો. પરંતુ અમારા સીન શૂટ થયા બાદ મેં તેને હું તેના સોન્ગ પર ડાન્સ કરતી હતી તેમ કહ્યું હતું, આ સિવાય સ્ટેપ પણ કરીને દેખાડ્યો હતો. તે ખૂબ હસ્યો હતો પરંતુ તેની સાથે કામ કરવું તે મારું બાળપણનું સપનું હોવાનું કહ્યું હતું. બોબી સારો અને પ્રામાણિક વ્યક્તિ છે.

Previous articleઘોઘામાં ક્યૂટ બોય રુદ્રનો આજે જન્મદિવસ
Next articleતેજનારાયણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૮૪ રન બનાવ્યા