કોર્બેવેક્સ ભારતમાં એવી પ્રથમ રસી છે જેને હેટ્રોલોગસ કોવિડ બૂસ્ટરના રૂપમાં મંજૂરી આપવામાં આવી છે
(સંપૂર્ણ સ. સેવા) નવી દિલ્હી, તા.૪
બાયોલોજિકલ ઇ ની કોરોના વેક્સીન કોર્બેવેક્સને ૧૮ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ માટે મંજૂરી આપી દીધી છે.DCGI એ એપ્રિલના અંતમાં ૫ થી ૧૨ વર્ષના બાળકો માટે Corbevax માટે ઇમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી. તે સમયથી વેક્સીન ૧૨-૧૪ ની ઉંમરના લોકોને આપવામાં આવતી હતી.
Biological E એ મે મહિનામાં પ્રાઇવેટ રસીકરણ કેંદ્રો માટે કોર્બેવેક્સની કિંમત ૮૪૦ રૂપિયા પ્રતિ ડોઝથી ઘટાડીને ૨૫૦૦ રૂપિયા કરી દીધી હતી. કંપનીએ કહ્યું કે કોર્બેવેક્સ ભારતમાં એવી પ્રથમ રસી છે જેને ’હેટ્રોલોગસ’ કોવિડ બૂસ્ટરના રૂપમાં મંજૂરી આપવામાં આવી છે. Biological E ની કોર્બેવેક્સ બૂસ્ટર ડોઝને કોવેક્સીન અથવા કોવિશીલ્ડના બે ડોઝના છ મહિનાની અંદર આપી શકાય છે. વેક્સીનની રસીની વચગાળાની સલામતી અને ઇમ્યુનોજેનેસિટી ડેટાની સમીક્ષાના આધારે વિષય વિશેષજ્ઞ સમિતિની ભલામણ બાદ મંજૂરી આવી. આ મંજૂરી ૧૨ થી ૧૫ વર્ષના બાળકો માટે વેક્સીનને મંજૂરી આપવાના ઠીક એક મહિના બાદ આવી છે. Biological E ના જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર કોર્બેવેક્સને મંજૂરી મળવી દેશની વેક્સીનેશન યાત્રામાં માઇલનો પથ્થર સાબિત થશે.