હાઇકોર્ટ રોડના મેડિકલ સ્ટોરની અને ચિત્રા તથા હાદાનગરની ઘરફોડ ચોરી ઉકેલાઈ

60

આદિલ ઉર્ફે તપેલી તથા નાસીર હુસૈન ઉર્ફે નાગને રૂ.૧.૧૮ લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપ્યા
લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં પકડાયેલ આદિલ ઉર્ફે તપેલી મહેબુબભાઇ સલેમાનભાઇ મલેક (ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે.શેરી નંબર-૦૨,મફતનગર,એકતા નગર,મોતીતળાવ,કુંભારવાડા) તથા નાસીર હુસૈન ઉર્ફે નાગ લીયાકત હુસૈન રફાઇ (ઉ.વ.૧૯ ધંધો-રી.ડ્રા. રહે.ઝુબીબેનના મકાનની પાસે આવેલ દરગાહમાં, અવેડા પાસે, કુંભારવાડા) મોતી તળાવ રોડ પરથી થેલા-૨ સાથે મળી આવેલ. તેઓ બંને પાસેથી ૧,૧૮,૧૦૦/-નો મુદ્દામાલ શક પડતી મીલ્કત ગણી ઝ્રિ.ઁ.ઝ્ર. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી બંનેને હસ્તગત કરી પુછપરછ દરમ્યાન તેઓ બંનેએ આજથી પંદરેક દિવસ પહેલાં રાત્રીનાં સમયે હાઇકોર્ટ રોડ ઉપર આવેલ પોસ્ટ ઓફિસ સામેનાં મેડિકલ સ્ટોરમાંથી રોકડ રૂ.૧૧,૦૦૦/-, આજથી સાતેક દિવસ પહેલાં રાત્રીનાં સહયોગ સોસાયટી, ચિત્રા-સીદસર રોડ તથા સત્યનારાયણ સોસાયટી, હાદાનગર, ભાવનગરથી બંને રહેણાંક મકાનમાંથી ચોરી કરેલ.જે ચોરીમાં સોના-ચાંદિનાં દાગીનાં તથા રોકડ મળેલ.
તે પૈકી અમુક સોનાનો મુદ્દામાલ જામનગર ખાતે વેચાણ કરેલ તેના રોકડા રૂપિયા હોવાની કબુલાત કરેલ. જેથી તેઓ બંનેને આગળની વધુ કાર્યવાહી થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.

Previous articleગુનાહિત ઇતિહાસ ધરાવે છે મહુવામા પોલીસ પર ફાયરિંગ કરનાર બન્ને શખ્સોે
Next articleયુનિ.માં પ્રથમ સેમેસ્ટર બી.એસસી. એડમિશન માટે કુલ ૧૯૭૫ વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરેલ