જીલ્લા વિકાસ અધિકારી,ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક,તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર,સરપંચ,PSI સહીતના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો…
આજરોજ તારીખ-6-6-2022 ને સોમવાર ના રોજ બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપની ખાતે પર્યાવરણ ને લઈને લોકોમાં જાગૃતી આવે તે માટે વૃક્ષા રોપણ કાર્યક્રમ તથા રાણપુર ગ્રામ પંચાયત ને વિનામુલ્યે ડસ્ટબીન વિતરણ કાર્યક્રમ યોજાયો.
વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા તથા ટેક્ષપીન પરીવાર દ્વારા રાણપુર પંથકના લોકો માં પર્યાવરણ ને લઈને જાગૃત બને અને રાણપુર શહેર ને સ્વચ્છ બનાવવાની નેમ સાથે ટેક્ષપીન બેરીંગ કંપનીના પરીસર માં બોટાદ જીલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા ની આગેવાની માં વૃક્ષા રોપણ કાર્યક્રમ તથા રાણપુર ગ્રામ પંચાયત ને વિના મુલ્યે ડસ્ટબીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા એ પોતાના વ્યક્તવ્ય માં કહ્યુ હતુ કે દિન પ્રતિદિન વધતી જતી ગરમી ને લઈ લોકોએ હવે પર્યાવરણની સુરક્ષા કરવાનો સમય આવી ગયો છે પર્યાવરણ ની જાળવણી માટે સરાહનીય પગલા લેવા જરૂરી છે ભુપેન્દ્રભાઈ મકવાણા ને વધુ માં હાજર ગ્રામજનોને કહ્યુ કે દરેક લોકો ઓછામાં ઓછા 5 વૃક્ષો વાવી તેની માવજત કરવા અપીલ કરી હતી.જ્યારે આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા એ પોતાના ઉદબોધન માં કહ્યુ હતુ કે પર્યાવરણ ની જાળવણી ની હાલ ખુબજ જરૂરી છે ટેક્ષપીન બેરીંગ કંપનીના પરીસર માં જે સંખ્યાબંધ વિશાળ વૃક્ષો છે તે સરાહનીય છે અને લોકોએ પર્યાવરણ નું જતન કરવાનો સંકલ્પ લેવા લોકોને અપીલ કરી હતી.જ્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમારે ઉદબોધન માં કહ્યુ હતુ કે ટેક્ષપીન બેરીંગ ના સહયોગ થી રાણપુર માં ઠેર-ઠેર વૃક્ષો નું રોપણ કરી ગંદકી દુર કરી એક હળીયાળુ રાણપુર-સ્વચ્છ રાણપુર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.ટેક્ષપીન બેરીંગ કંપના પરીસર માં મહાનુભાવો ના હસ્તે વિવિધ જાતના વૃક્ષો નું રોપાણ કરવામાં આવ્યુ હતુ તેમજ રાણપુર ગ્રામ પંચાયતને વિનામુલ્યે ડસ્ટબીન આપવામાં આવ્યા હતા જે તમામ ડસ્ટબીન ગ્રામ પંચાયત દ્વારા રાણપુર શહેરના તમામ વેપારી દુકાનદારો ને વિનામુલ્યે આપવામાં આવશે.અને રાણપુર ને ગંદકી થી દુર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.તેમજ હાજર તમામ લોકોએ પર્યાવરણમાં જાગૃતી લાવવા અને સ્વચ્છતા જાળવાના શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા,બોટાદ જીલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા,તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા,નાયબ મામલતદાર બી.પી.રાણા,PSI એસ.ડી.રાણા,સરપંચ ગોસુભા પરમાર,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,ફોરેસ્ટ ખાતાના કે.એસ.જોશી,એમ.જે.પરમાર,તલાટી જીતુભાઈ ચાવડા,રાણપુર શહેરના આગેવાન નરેન્દ્રભાઈ દવે,ડો.જગધીશભાઈ પંડ્યા,વેપારી મંડળના ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા,સેક્રેટરી હબીબભાઈ વડીયા સહીત રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો,ટેક્ષપીન બેરીંગ કંપનીના કર્મચારીઓ તથા રાણપુર શહેરના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર