RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧રર. ઓકટોબર ર૦૧૮ દરમિયાન પોલેન્ડમાં યોજાનાર પોલેન્ડની સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતના કયા રાજયનો ‘રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ’ સહ આયોજક તરીકે જોડાશે ?
– ગુજરાત
૧ર૩. ઓકટોબર ર૦૧૮ દરમિયાન કયા દેશની સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહ આયોજક તરીકે જોડાવા માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એમઓયુ કરવામાં આવ્યા છે ?
– પોલેન્ડ
૧ર૪. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોેલેન્ડના એક હજારથી વધુ અનાથ બાળકો અને મહિલા નિરાશ્રિતોને ગુજરાતના કયા મહારાજાએ પોતાના મહેલમાં આશ્રય આપીને તેમનું રક્ષણ કર્યું હતું ?
– મહારાજા શ્રી દિગ્વિજયસિંહજી જામ સાહેબ
૧રપ. વિશ્વના વિવિધ દેશોમાં ‘વિશ્વ પરિવાર દિન’ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
– ૧પ મે
૧ર૬. ૧૩ મે, ર૦૧૮ના રોજ કયા દેશમાં ત્રણ ચર્ચ પર થયેલા શ્રેણીબદ્ધ આંતકી હુમલામાં આશરે ૧૩ લોકોના મોત થયા હતા ?
– ઈન્ડોનેશિયા
૧ર૭. ૧૩ મે, ર૦૧૮ના રોજ ઈન્ડોનેશિયામાં કયા શહેરમાં ત્રણ ચર્ચ થયેલા શ્રેણીબદ્ધ આંતકી હુમલામાં આશરે ૧૩ લોકોના મોત થયા હતા ?
– સુરાબાયા
૧ર૮. વર્ષ ર૦૧૮માં એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે ?
– ઈન્ડોનેશિયા
૧ર૯. ‘સન્ડે ટાઈમ્સ’ દ્વારા પ્રસિદ્ધ થયેલી બ્રિટનના સૌથ્ ધનવાન વ્યકિતઓની એક હજાર લોકોની યાદીમાં ભારતીય મૂળના કયા વ્યકિત બીજા ક્રમે છે ?
– શ્રી ચંદ હિંદુજા અને શ્રી ગોપીચંદ હિંદુજા
૧૩૦. ગુજરાતમાં વરસાદ- હવામાનની સમીક્ષા તથા વરસાદી મોસમમાં કુદરતી આફતમાં જાન-માલ નુકશાન અટકાવી શકાય તેમજ મહત્તમ સુરક્ષાત્મક પગલાનું આગોતરૂં આયોજન થઈ શકે તે માટે કઈ કમિટિની રચના કરવામાં આવી છે ?
– વેધર વોચ ગ્રુપ કમિટિ (અથવા વેધર વોચ કમિટિ)
૧૩૧. ગુજરાતમાં આગામી ચોમાસા દરમિયાન વરસાદઅ ને હવામાનની સમીક્ષા માટે રચાયેલી વેધર વોચ કમિટિના અધ્યક્ષણ કોણ હશે ?
– રાહત કમિશ્નરશ્રી
૧૩ર. આઈસીસીના સ્વતંત્ર ચેરમેન તરીકે બીજી ટર્મ માટે તાજેતરમાં કોણ ચૂંટાઈ આવ્યું છે ?
– શ્રી શશાંક મનોહર
૧૩૩. આઈસીસીનું પુરૂ નામ શું છે ?
– ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ
૧૩૪. કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરૂણ જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે તેમની પાસેનું નાણાં અને કોર્પોરેટ બાબતો અંગેનું મંત્રાલય કામ ચલાઉ ધોરણે કોને સોંપવામાં આવ્યું છે ?
– શ્રી પિયુષ ગોયેલ
૧૩પ. તાજેતરમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનો રાજય કક્ષાનો સ્વતંત્ર હવાલો કોને સોંપવામા આવ્યો છે ?
– શ્રી રાજયવર્ધન સિંહ રાઠોડ