જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ બેસશે: જુલાઈ-ઓગસ્ટમાં અતિવૃષ્ટીની શક્યતા

30

વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં સારા ચોમાસાની આગાહી કરાઈ : રાજયમાંથી ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ વિદાય લે એવી આગાહી
જૂનાગઢ, તા.૭
ગુજરાતમાં વરસાદ કેવો પડશે ને ક્યારથી પડશે? આ સવાલોનો જવાબ દેશી આગાહીકારો આપી રહ્યા છે જે સાંભળીને મન ખુશ ખુશ થઈ જશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. જૂનના ત્રીજા સપ્તાહથી વિધિવત ચોમાસું બેસી જવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. તો જુલાઈ મધ્ય અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવૃષ્ટિની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે તેવી શક્યતા છે.ખેતી પ્રધાન દેશ હોવાના કારણે ભારતમાં વરસાદની આગાહી હંમેશા લોકોના મનમોહી લેવાનું કામ કરે છે હવામાન વિભાગ જયારે આગાહી કરે ત્યારે તેના ઉપર ભણેલા લોકોની નજર વધારે હોય છે પરંતુ ભારતમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાન એક લોકભોગ્ય વિજ્ઞાન છે અને તેના ઉપર ખેડૂતોની નજર હોય છે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી વર્ષોથી પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગાહી કરતા આગાહીકારોનું સંમેલન યોજે છે અને તેમાં તમા આગાહી અંગે ચર્ચા કરવામાં આવે છે ત્યારબાદ ચોમાસુ પૂરું થાયે કોની આગાહી કેટલી સત્યની નજીક રહી તેનું તારણ પણ કાઢવામાં આવે છે કવલકાના આગાહીકાર અને પશુ-પક્ષીની બોલી ફળઝાડ અને ફૂલ ઉપરથી વરસાદની આગાહી કરતા ભીમભાઇ ઓડેદરાએ કહ્યું હતું કે આ ચોમાસુ માધ્યમ રહેશે આગામી તા. ૮ થી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે અને ૧૫ તારીખથી વરસાદના પહેલી સિસ્ટમ એક્ટિવ થાય તેવી શક્યતા છે ત્યાર બાદ બીજી સિસ્ટમ તા. ૭ જુલાઈ પછી કાર્યરત થશે અને સારો વરસાદ લાવશે. જોકે આગતરુ ચોમાસુ સારું નહીં રહે પણ પાછળના દિવસોમાં વરસાદ સારો પડી શકે છે. પ્રાચીન માન્યતાઓ ખગોળીય સ્થિતિ વાદળો પવનની દિશા વગેરેને ધ્યાને લઈને ચોમાસાની આગાહી કરતા રામણીકભાઈ વામજાએ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસાના પ્રારંભે ત્રણ તબક્કામાં વાવણી થશે પ્રથમ વાવણી અમરેલી જિલ્લામાં થશે અને આ વર્ષે જામનગર જિલ્લામાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધારે પડશે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આગાહીકારોના મતે ચોમાસુ માધ્યમ અને વર્ષ ૧૨ આની રહેશે જોકે ખેડૂતોમાં સારા શિયાળુ પાકની શક્યતા જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે ચોમાસુ મધ્યમ રહેશે પરંતુ ૪૮થી ૫૫ જેટલા ડેમ ઓવરફ્લો થશે. તેમજ પાછોતરા વરસાદના કારણે નોરતામાં પણ વરસાદ પડશે.વર્ષા વિજ્ઞાન પરિસંવાદ તરફથી ૧૨ આની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે ૧૨ આની વરસાદ એટલે શું? આ મામલે માહિતી આપતા કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર જી.આર. ગોહિલે જણાવ્યું હતું કે, “આ વર્ષે વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ૪૮ આગાહીકારો આગાહી રજૂ કરી હતી. આ આગાહીઓ પશુ-પંખીની ચેષ્ઠા, કસ, હવામાન, ભડકી વાક્યો, વનસ્પતિ પરથી કરવામાં આવે છે.
આ ૧૯૫ દિવસની આગાહી હોય છે. તમામ આગાહીકારો એક મહિના પહેલા પોતાની આગાહી આપી દેતા હોય છે. કૃષિ યુનિવર્સિટી તેનું સંકલન કરે છે. આ વર્ષે આગાહીકારોના જણાવ્યા પ્રમાણે વર્ષ સાધારણથી મધ્ય રહેશે. સામાન્ય રીતે ૧૬ આની વર્ષને પૂર્ણ વર્ષ કહેવામાં આવે છે. ૧૨ આની વર્ષને મધ્યમ કહેવામાં આવે છે. જે પ્રમાણે આ વર્ષે ૮૦થી ૯૦ ટકા વરસાદ પડશે. આ વર્ષે વરસાદ અનિયમિત પણ રહી શકે છે. આગાહીકારોનું કહેવું છે કે ચોમાસું ઓક્ટોબરના છેલ્લા વીકમાં વિદાય લેશે.
આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની વકી
બુધવારથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગાઉ વહેલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જોકે કેરળ પહોંચ્યા બાદ ચોમાસું થંભી જતા વરસાદ માટે રાહ જોવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદ અંગે આગાહી કરતા એક આગાહી કરનારે આ વર્ષે ચોમાસું રમઝટ બોલાવશે તેવી આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગની સ્થાનિક વેબસાઈટ મુજબ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. બુધવારથી શુક્રવાર સુધી એટલે કે ૮થી ૧૧ તારીખ દરમિયાન ઉપર જણાવેલા સ્થળો પર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ હવામાન અંગે આગાહી કરતા એક આગાહીકારે જણાવ્યું હતું કે, પશ્ચિમી પવનો વહાતા ગુજરાતમાં ૧૪-૧૫ જૂને સારો વરસાદ થવાની શક્યતા છે. ૮ જૂને પણ રાજ્યમાં વરસાદ રહેશે. જૂલાઈમાં પણ સારો વરસાદ થશે. તેમણે આ વર્ષે ચોમાસું રમઝટ બોલાવશે તેવી પણ સંભાવના વ્યક્ત કરી હતી.
જે પ્રમાણે આ વર્ષે ચોમાસું વહેલું આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હતી તેવા અણસાર હજુ સુધી દેખાયા નથી. કેરળમાં ચોમાસાનો પ્રવેશ થયા પછી તે આગળ વધતું અટક્યું છે અને જેના લીધે સીઝનની ઘટ વધીને ૩૮% થઈ ગઈ છે.ખાનગી હવામાનની આગાહી કરતી વેબસાઈટ વિન્ડીએ પણ ગુજરાતના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ભાગમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે મુંબઈ સહિત દક્ષિણ ભાગમાં આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય સ્થળો પર અઠવાડિયા છૂટો છાવાયો વરસાદ થઈ શકે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકાશ્મીરમાં ચાલુ વર્ષે ટાર્ગેટ કિલિંગમાં ૨૨ લોકોનાં મોત થયા