ભાવનગરનું અતિ પ્રાચીન જશોનાથ મહાદેવ મંદિર વિકાસમાં કોરાણે

52

રાજાશાહી વખતનાં આ શિવાલયના જીર્ણોધ્ધાર સાથે વિકાસ કરવો આવશ્યક
ભાવનગર શહેરની મધ્યે અતિ પ્રાચીન રાજાશાહી વખતનું ઐતિહાસિક જશોનાથ મહાદેવ મંદિર વિશાળ પરિસરમાં આવેલું છે. ભાવનગર શહેરને ૩૦૦ વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે આ મંદિર જીર્ણોધ્ધાર ઝંખે છે. સરકારની વિકાસ યાત્રામાં આ મંદિર કોરાણે મુકાયું હોવાની લાગણી થઇ રહી છે.શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા મુખ્યમંત્રી તથા યાત્રાધામ વિકાસ મંત્રી અને કેબિનેટ શિક્ષણ મંત્રી સહિતનાને પત્ર લખી જણાવાયુ છે કે, આ મંદિર જર્જરીત થતું જાય છે ત્યારે અકસ્માત સર્જાય તે પહેલા મંદિરનો જીર્ણોધ્ધાર તેમજ વિશાળ પરિસરનો વિકાસ જરૂરી છે. જશોનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર તેમજ વિકાસ માટે સરકાર તરફથી ગ્રાંટ ફાળવવામાં આવે તો આ અતિ પ્રાચીન મંદિર વ્યવસ્થિત થાય અને ભાવિક ભકતો અને વડીલો શાંતિથી દર્શન કરી પરિસરમાં બેસી આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકે.દરરોજ નિયમિતપણે દર્શને આવનાર ખૂબ મોટો સેવક સમુદાય છે અને ધાર્મિક તહેવારો- શિવરાત્રી, શિવ આરાધ્ય શ્રાવણ માસ, પાવન પુરુષોત્તમ માસ દરમ્યાન મંદિરમાં હજારો લોકો આવે છે ત્યારે આ મંદિર-પરિસર વિકાસ ઝંખે છે. આ માંગણી ફકત અમારી નહિ પરંતુ ભાવનગર શહેરની ભાવિક જનતાની છે તેમ પણ આ રજૂઆતમાં જણાવાયું છે.

Previous articleઇ કોમર્સ વેબસાઈટ મારફત ભાવનગરમાં પણ બંધાણીઓને ડ્રગ્સ પહોચતું થયું હતું !
Next articleગુજકો માસોલની ચૂંટણી : ભાવનગરમાં વર્ષોથી બિનહરીફ રહેલા નાનુ વાઘાણી સામે ભાજપના અર્જુન યાદવ ટકરાશે