સિહોર તાલુકા ના સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં પંકજભાઈ કાનજીભાઈ મકવાણા ઉ.વ ૩૫. જાતે કોળી રહે.રંઘોળા જેઓ ભૂતિયા ઢાળ પાસે થી પસાર થતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો કોઈ કારણ વગર છરી વડે હુમલો કરવામાં આવેલ ત્યારે સૂત્ર દ્વારા જાણવા મળેલ મુજબ અખિલ ભારતીય કોળી સમાજ ના જિલ્લા પ્રમુખ નટવરલાલ હીરાભાઈ ચાવડા સાથે રહેતા હોય જે અંગે ના તેમના સમાજ ના ચાર વ્યક્તિઓ જૂની અદાવત ને લઈ ભૂતિયા ના ઢાળ પાસે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવા ની કોશિશ કરી હતી સામાન્ય ઈજાઓ ને લઈ પેટ.હાથ તેમજ અન્ય સ્થળે ઇજા ઓ કરી હુમલો કરનાર નાસી છૂટયા હતા જે અંગે તેઓ એ સમાજ ના પ્રમુખ ને જાણ કરતા તેઓ એ રંઘોળા ૧૦૮ ઇમરજન્સી સેવા આપતા એમ્બ્યુલન્સ માં સિહોર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ જે અંગે સમાજ ના જિલ્લા પ્રમુખ નટવરલાલ ચાવડા.ઉમેશ ભાઈ મકવાણા(રાધે ),રવિભાઈ બારૈયા સિહોર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જે અંગે સિહોર પોલીસ સ્ટેશન ખાતે MLC રિપોર્ટ આપી સિહોર પોલીસ સ્ટેશન દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશન ના અધિકારી ને જાણ કરવા આવી હતી જે અંગે તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..