શહેર અને જિલ્લામાં આવેલા શિવમંદિરો ખાતે વડસાવિત્રી વ્રત, પતિની દિર્ઘાયુષ માટે વડની પૂજા કરી ઉપવાસના એકટાણા કરી ઉજવણી કરાઈ, મહિલાઓની ભારે ભીડ જોવા મળી

28

સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટીકોણથી વિશેષ મહત્ત્વ રહેલું છે. તેમાં પણ જેઠ માસની પૂનમને વટ કે વડસાવિત્રી પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી સાવિત્રી-સત્યવાન સાથે જોડાયેલા વડસાવિત્રી વ્રતનો મહિમા ગવાતો આવ્યો છે. યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી સાવિત્રી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું પ્રતિક બની ગયા હતા. તેથી જ દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે અખંડ સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના જીવનસાથીના લાંબા અને સ્વસ્થ્ય આયુષ્ટ માટે વડસાવિત્રી વ્રતને માનવામાં આવ છે.

ભાવનગર શહેર-જિલ્લામાં સૌભાગ્યવતી બહેનો સોળે શણગાર સજીને શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોકત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી, જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દિર્ઘાયુષ્યની મંગલકામના કરવામાં આવી હતી, વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલાક બહેનો નકોરડા ઉપવાસ કરશે તો કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરશે, વડસાવિત્રી વ્રતની પૂજા માટે શહેર-જિલ્લામાં અનેક સ્થળોએ આયોજન પણ કરાયા છે.

Previous articleસિહોર તાલુકા ના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર ના ભૂતિયા ઢાળ પાસે જૂની અદાવત ને લઈ થયેલ છરી થી કરેલ હુમલો..
Next articleભાવનગર 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, જેઠ સુદ પૂનમના દિવસે જળાભિષેક કરાયો