એમ.કે.બી. યુનિ.ની ધિરાણ અને ગ્રાહક મંડળી દ્વારા સેવા નિવૃત્ત સભાસદોનું અભિવાદન કરાયું

21

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ., ભાવનગર દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર સેવા નિવૃત્ત થતા કર્મચારીઓ કે જેઓ મંડળીના સભાસદો હોય તેમને નિવૃત્તિ શુભેચ્છા સાથે અભિવાદન કરી વિદાય આપવાની પ્રથા છે. જે અનુસાર તા.૧૪/૦૬/ર૦રરના રોજ સેવા નિવૃત્ત થતા સભાસદોને સેવાના છેલ્લા દિવસની સ્મરણિય વિદાય એટલે કે તા.૧૪/૦૬/ર૦ર૦ના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે મંડળીના હોદ્દેદારો સાથે માન.કા.કુલપતિ ડો. એમ. એમ. ત્રિવેદી સાહેબ તથા માન.કુલસચિવ ડો. કે. એલ. ભટ્ટ સાહેબ તથા યુનિવર્સિટીના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં તેમના વરદ હસ્તે જુદી જુદી કેડરમાંથી સેવા નિવૃત્ત થતા કુલ ૧૦ જેટલા સભાસદોને નિવૃત્તિ શુભેચ્છા પત્ર સાથે સાકર, શ્રીફળ અને મંડળીમાં જમા લેણી રકમનો ચેક આપી અભિવાદન કરવામાં આવેલ. મંડળી દ્વારા નિવૃત્ત થતા કુલ ૧૦ સભાસદોને મંડળી દ્વારા કુલ ૦૮ લાખ ૮૬ હજાર પાંચસો અઠ્ઠાણું જેટલી લેણી રકમના ચેકો આપી અભિવાદન કરવામાં આવ્યું. સૌ નિવૃત્ત થતા સભાસદોની યુનિ. ખાતેની સેવાની નોંધ લઈ તેમની કર્તવ્યનિષ્ઠાના ગુણને યાદ કરી યુનિવર્સિટી અને મંડળીના વિકાસમાં આપેલ યોગદાનની નોંધ લેવામાં આવી. સાથોસાથ સૌ નિવૃત્ત કર્મચારી સભાસદોનો નિવૃત્તિ કાળ આનંદમય રીતે પસાર થાય અને તંદુરસ્તી જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ મંડળીના પ્રમુખશ્રી ડો. પી. એ. ગોહિલ, માનદ્દ મંત્રી મિલનસિંહ પરમાર તથા તમામ કારોબારી સભ્યશ્રીઓ અને માન.કા.કુલપતિ ડો. એમ. એમ. ત્રિવેદી સાહેબ તથા માન.કુલસચિવ ડો. કે. એલ. ભટ્ટ સાહેબ તથા સૌ હાજર અધિકારીઓ અને પદાધિકારીઓએ પાઠવેલ.

Previous articleવડાપ્રધાનના હસ્તે ભાવનગર અમદાવાદ ટ્રેનનું ૧૮મીએ લોકાર્પણ : કાયમી સમયપત્રક બાકી
Next articleભાવનગરમાં શહેર આજે ૬ કોરોનાનો નવા કેસ નોંધાયો