જગન્નાથ પુરીની વિધિવત શ્રીંગાર પદ્ધતિ અનુસાર જગન્નાથ, બળદેવજીને ગજવેશ પહેરાવવામાં આવ્યા
લીલા સર્કલ સીદસર રોડ પર આવેલ ઇસ્કોન મંદિરમાં જેષ્ઠ પૂર્ણિમાના દિવસે જગન્નાથ બળદેવ અને સુભદ્રાજીના વિગ્રહનો પંચામૃત અને ૧૦૮ ગંગાજળના ધડા દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. સદીઓથી ચાલી આવતી જગન્નાથ પુરીની જગન્નાથજીના સ્નાનયાત્રાની વૈદિક મંત્રો અને પરંપરાગત ભગવાનને દિવ્ય ગાયના પંચામૃતથી અને ભારતની પવિત્ર નદીઓના જળ જેમાં ગંગાજી,યમુનાજી, સરસ્વતીજી, નર્મદાજી વગેરે પવિત્ર નદીઓના જળથી ભગવાન જગન્નાથજી બલરામજી અને બહેન સુભદ્રાજીને અભિષેક કરવામાં આવે છે. આપણા ભાવનગરમાં ઇસ્કોન મંદિર દ્વારા અનેક શ્રદ્ધાળુ ભક્તોએ ભગવાન જગન્નાથજીનો અભિષેક કર્યો જેમાં ઇસ્કોનના પ્રમુખ શ વેણુગાયકદાસ દ્વારા જગન્નાથ સ્નાનયાત્રા કથા લીલાનું રસ આસ્વાદન કરાવ્યું હતું અને મંદિરના સેવક પૂજારીઓની હાજરીમાં સ્નાનયાત્રા વિધિવત પરિપૂર્ણ થયો. સ્નાન યાત્રાના દિવસે વિશેષ જગન્નાથજીને બલરામજીને શ્રીંગાર કરવામાં આવે છે. જેમાં જગન્નાથજી અને બલરામજીને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે જે જગન્નાથ પુરીની વિધિવત શ્રીંગાર પદ્ધતિ છે તે વિધિ ભાવનગરમાં ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથ બળદેવજીને ગજવેશ પહેરાવવામાં આવ્યા હતા.