નવીદિલ્લી,તા.૧૪
દક્ષિણ આફ્રિકા સામેની ટી ૨૦માં ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન રહ્યું છે ત્યારે આ સિરીઝમાં ૩ એવા ખેલાડી છે, જેમને આયર્લેન્ડ પ્રવાસમાં કેન્સલ થઈ શકે છે..ભારત અને આયર્લેન્ડ વચ્ચે ૨૬ જૂનથી ૨ મેચની ટી ૨૦ સિરીઝ રમાશે. ઋતુરાજ ગાયકવાડે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં ખાસ પ્રદર્શન કર્યું નથી… ૨૫ વર્ષીય ઋતુરાજ ગાયકવાડને દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝમાં પ્રથમ બે મેચમાં તક આપી હતી, પરંતુ તે ફ્લોપ સાબિત થયો છે. પ્રથમ ટી૨૦ મેચમાં ઋતુરાજ ગાયકવાડ ૨૩ રન અને બીજી ટી૨૦ મેચમાં માત્ર ૧ રન જ બનાવી શક્યો હતો. ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનો આયર્લેન્ડ પ્રવાસ કેન્સલ થઈ શકે છે..જી હાં હાર્દિક પંડ્યાની વાપસી બાદ આ ખેલાડી માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવું મુશ્કેલ માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન ટી૨૦ સિરીઝમાં આ ખેલાડીને એક પણ મેચમાં તક આપવામાં આવી નથી. વેંકટેશ ઐયરના પ્રદર્શનથી ટીમ ઈન્ડિયામાં તેના સ્થાન પર સવાલો ઉભા થયા છે.
ટી ૨૦ સિરીઝીની બે મેચમાં અવેશ ખાનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક અપાઈ હતી. પરંતુ એક પણ વિકેટ ઝડપી ન હતી..અવેશ ખાનનો ૨૬ જૂનથી શરૂ થનારા આયર્લેન્ડ પ્રવાસ પર પસંદગીકારો ડ્રોપ કરી શકે છે. જો અવેશ ખાનને આયર્લેન્ડ પ્રવાસમાં તક નહીં મળે તો આ ખેલાડીની કારકિર્દી મુશ્કેલીમાં આવી શકે છે.