એક્ટિવ કેસનો આંકડો ૫૩ હજારને પાર થઈ ગયો છે જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ૨ ટકા જોવા મળ્યો છે
નવી દિલ્હી, તા.૧૫
ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે મોટો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮,૮૨૨ નવા કેસ અને ૧૫ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો ૫૩ હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૨ ટકા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૫૩,૬૩૭ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૭૯૨ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૬,૬૭,૦૮૮ લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૫,૫૦,૮૭,૨૭૧ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે ૧૧૩,૫૮,૬૦૭ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણશરૂ થયું હતું જૂન ૨૦૨૨માં નોંધાયેલા કેસ આ પ્રમાણે છે. ૧૪ જૂન મંગળવારે ૬૫૯૪ નવા કેસ નોંધાયા હતા. ૧૩ જૂન સોમવારે ૮૦૮૪ નવા કેસ અને ૧૦ સંક્રમિતોના મોત થયા. ૧૨ જૂન રવિવારે ૮૫૮ નવા કેસ અને ૪ સંક્રમિતોના મોત થયા. ૧૧ જૂન શનિવારે ૮૩૨૯ નવા કેસ અને ૧૦ સંક્રમિતોના મોત થયા. ૧૦ જૂન શુક્રવારે ૭,૫૮૪ નવા કેસ અને ૧૦ સંક્રમિતોના મોત થયા. ૯ જૂન ગુરુવારે ૭૨૪૨ નવા કેસ અને ૮ સંક્રમિતોના મોત થયા. ૮ જૂનબુધવારે ૫૨૩૩ નવા કેસ અને ૭ સંક્રમિતોના મોત થયા. ૭ જૂન મંગળવારે ૩૭૧૪ નવા કેસ અને ૭ સંક્રમિતોના મોત થયા હતા. ૬ જૂન સોમવારે ૪૫૧૮ નવા કેસ અને ૯ સંક્રમિતોના મોત થયા હતા. ૫ જૂન રવિવારે ૪૨૭૦ નવા કેસ અને ૧૫ સંક્રમિતોના મોત હતા. ૪ જૂન શનિવારે ૩૯૬૨ નવા કેસ અને ૨૬ સંક્રમિતોના મોત થયા હતા. ૩ જૂન શુક્રવારે ૪૦૪૧ નવા કેસ નોંધાયા અને ૧૦ સંક્રમિતોના મોત થયા હતા ૨ જૂન ગુરુવારે ૩૭૧૨ નવાકેસ અને ૫ સંક્રમિતોના મોત થયા હતા. ૧ જૂન બુધવારે ૨૭૪૫ નવા કેસ નોંધાયા અને ૬ સંક્રમિતોના મોત થયા હતા.