૧થી ૫ સેમ.મા ખુબ સારા માર્ક્સ સાથે પાસ થયેલા વિધ્યાર્થીઓને કોલેજ કક્ષાએ લેવાતા પેપરમાં નાપાસ કરાયા હોવાના આક્ષેપ
સર પી.પી ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના વિધાર્થીઓ દ્વારા સેમ.૬ બીએસસીની પરીક્ષાઓ આપવામાં આવી જેમાં વિધાર્થીઓ યુનિવર્સિટી દ્વારા લેવાતા પેપરમાં ફસ્ટ ક્લાસ સાથે પાસ છે પરતું કોલેજ કક્ષાએ લેવાતા પેપરમાં નાપાસ કરવામાં આવ્યા. જે વિધાર્થીઓ નાપાસ કરવામાં આવ્યા છે તે વિધાર્થીઓને ૧ થી ૫ સેમેસ્ટર ખૂબ સારા એટલેકે ફસ્ટક્લાસ સાથે પાસ કરેલ છે તથા અતિમ વર્ષ સેમેસ્ટર ૬માં પણ વિવિધ અન્ય રેગ્યુલર ફરજીયાત વિષયોમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ છે પરતું તેમને ઈલેક્ટ્રીવ પેપર કે જે પેપર મરજિયાત એટલેકે જેના માર્ક્સ પણ ટકાવારીમાં ગણાતા નથી તે પેપર કોલેજ દ્વારા લેવામાં આવે છે જેનું ચેકિંગ પણ કોલેજ કક્ષાએ જ થાય છે તે વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે.જે વિધાર્થીઓ પોતાના રેગ્યુલર વિષયોમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ હોય અને તે વિધાર્થીઓ ઈલેક્ટ્રીવ પેપરમાં નાપાસ થાય તે કોઈ રીતે સમજી શકાય તેવી બાબત નથી. વધુમાં એક અન્ય બાબત જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિધાર્થીઓ પાસેથી મળેલ છે જે અનુસંધાને યુનિવર્સીટી દ્વારા બી.એસસીની વિવિધ મુખ્ય વિષય કે ગૌણ વિષયની પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં મળેલ રજૂઆત અનુસંધાને માઈક્રો બાયોલોજી વિષયમાં આપણી યુનિવર્સીટીમા કોઈ કાયમી ફેકલ્ટી નથી જેથી ચોક્કસ સેલ્ફ ફાઈનાન્સ કોલેજના પ્રાધ્યાપક દ્વારા જ પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે જેમાં પણ ચોક્કસ કોલેજના વિધાર્થીઓને ટાર્ગેટ કરી વારંવાર નાપાસ કરવાની અને પરિણામ તથા વિધાર્થીઓના ભાવી સાથે રમતો કરવાની વાત વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી જે વિધાર્થીઓની રજૂઆતને કોર્ટસભ્ય બ્રિજરાજસિંહ ગોહીલ દ્વારા વિધાર્થીઓને સાથે રાખી કુલપતિ સમક્ષ કરવામાં આવી હતી.