મુખ્યમંત્રીની મૂલાકાતે ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦૧૭ની બેચના ૭ તાલીમી આઇએએસ અધિકારીઓ

1676

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત ર૦૧૭ની બેચમાં ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૭ આઇ.એ.એસ. પ્રોબેશનરી ઓફિસરોએ આજે ગાંધીનગરમાં લીધી હતી. વિજયભાઇ રૂપાણીએ આ તાલીમી સનદી અધિકારીઓ સાથે રાજ્ય વહીવટમાં સુશાસન-પારદર્શીતા અને સંવેદનશીલતા વિષયક બાબતોનો પરામર્શ કર્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું.  તેમણે આ તાલીમી સનદી અધિકારીઓને તેમના સેવાકાળ દરમ્યાન વંચિતો-ગરીબો,  છેવાડાના માનવીના ઉત્થાનનું ધ્યેય હૈયે રાખવા અનુરોધ પણ આ વાતચીત દરમ્યાન કર્યો હતો. આ સાત તાલીમી આઇ.એ.એસ. અધિકારીઓની સેવાઓ વડોદરા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, ભરુચ અને બનાસકાંઠા જિલ્લામાં ફાળવવામાં આવી છે.  આ વેળાએ મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, જી.એ.ડી.ના અધિક મુખ્ય સચિવ સંગિતા સિંઘ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ, સ્પીપાના મહાનિયામક  ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, ડેપ્યૂટી ડાયરેકટર જનરલભીમજીયાણી ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબોર્ડની પરીક્ષા દરમિયાન ૨૦૦ કિલો કાપલીઓ જપ્ત કરાઈ..!!
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે