મુંબઇ,તા.૧૯
વિકોન૧૮ને આગામી પાંચ વર્ષ માટે આઇપીએલના ડિજિટલ અધિકારો મળ્યાના એક દિવસ પછી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર નીતા અંબાણીએ કહ્યું છે કે, કંપનીનો ઉદ્દેશ્ય વિશ્વ સ્તરીય આઇપીએલ કવરેજ તૈયાર કરવાનો છે અને તેને ભારતના દરેક ઘર સુધી લઈ જવા માંગીએ છીએ. ઈ-ઓક્શન પછી પ્રથમ વખત પ્રતિભાવ આપતાં શ્રીમતી અંબાણીએ કહ્યું કે, આઈપીએલ ભારતમાં શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે અને ટૂર્નામેન્ટ ભારતના દરેક ઘર સુધી પહોંચશે, કેમ કે ભારત દેશે ડિજિટલ ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “રમત આપણું મનોરંજન કરે છે, આપણને પ્રેરણા આપે છે અને બધાને એક સાથે લાવે છે. ક્રિકેટ અને આઇપીએલએ શ્રેષ્ઠ રમત છે અને ભારતની સર્વશ્રેષ્ઠ રમત તરીકે પ્રતિનિધિત્વ કરે છે, તેથી જ અમે આ મહાન રમત અને આ અદ્ભુત લીગ સાથે ગાઢ જોડાણ કરવામાં ગર્વ અનુભવીએ છીએ. અમારું લક્ષ્ય, આઈપીએલનો આનંદદાયક અનુભવ ક્રિકેટના તમામ ફેન્સ સુધી પહોંચાડવાનો છે -આપણા દેશના દરેક ખૂણામાં અને સમગ્ર વિશ્વમાં.” ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઇ પાંચ વર્ષમા આઇપીએલની ૪૧૦ મેચોનું આયોજન કરવાની યોજના બનાવી છે. ૨૦૨૩-૨૪માં ૭૪-૭૪, ૨૦૨૫ અને ૨૦૨૬માં ૮૪-૮૪ અને ૨૦૨૭માં ૯૪ મેચ. ૨૦૨૨થી આઈપીએલમાં આઠને બદલે ૧૦ ટીમોને તક આપવામાં આવી હતી. તે જ સમયે, જય શાહે ટિ્વટ કર્યું છે કે, વાયકોમ ૧૮ ને રૂ. ૨૩,૭૫૮ કરોડના ડિજિટલ અધિકારો મળ્યા છે. ભારતે ડિજિટલ ક્રાંતિ જોઈ છે અને આ ક્ષેત્રમાં અનંત શક્યતાઓ છે. ડિજિટલ મીડિયાએ ક્રિકેટને જોવાની રીત બદલી નાખી છે. આ રમતના વિકાસ અને ડિજિટલ ઈન્ડિયાના વિઝનમાં એક મોટું પરિબળ રહ્યું છે. તેમણે આગળ લખ્યું કે સ્ટાર ઈન્ડિયાને ૨૩,૫૭૫ કરોડ રૂપિયામાં ટીવી રાઈટ્સ આપવામાં આવ્યા છે. ગત વખતે સ્ટારે ૧૬,૩૪૮ કરોડમાં ટીવી અને ડિજિટલ બંને અધિકારો ખરીદ્યા હતા. આ વખતે તેમાં લગભગ ૩ ગણો વધારો થયો છે.