વિશ્વ યોગ દિવસ શા માટે મનાવવામા આવે છે ?
યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.
“યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા; આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા આપણા અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલવા લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”
વિશ્વ યોગ દિવસ ની શરૂઆત
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. ૨૧મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ ૨૧મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.
વિશ્વ યોગ દિવસ ૨૦૨૨ ની થીમ શું છે?
૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ ( ૈંહીંહિટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ર્રૂખ્તટ્ઠ ડ્ઢટ્ઠઅ ૨૦૨૨) યુનાઇટેડ નેશન્સ દ્વારા
૨૦૨૨ થીમઃ માનવતા માટે યોગ કોવિડ-૧૯ રોગચાળો એ અભૂતપૂર્વ માનવ દુર્ઘટના છે. શારીરિક સ્વાસ્થ્ય પર તેની તાત્કાલિક અસર ઉપરાંત, ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રોગચાળાએ માનસિક વેદના અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ વધારો કર્યો છે, જેમાં હતાશા અને ચિંતાનો સમાવેશ થાય છે, કારણ કે ઘણા દેશોમાં વિવિધ સ્વરૂપોમાં રોગચાળાને લગતા પ્રતિબંધો રજૂ કરવામાં આવ્યા હતા. આનાથી શારીરિક સ્વાસ્થ્યના પાસાઓ ઉપરાંત, રોગચાળાના માનસિક સ્વાસ્થ્યના પરિમાણને સંબોધવાની તાત્કાલિક જરૂરિયાતને પ્રકાશિત કરવામાં આવી છે.
વિશ્વભરના લોકોએ રોગચાળા દરમિયાન સ્વસ્થ અને કાયાકલ્પ કરવા અને સામાજિક અલગતા અને હતાશા સામે લડવા માટે યોગને અપનાવ્યો. ક્વોરેન્ટાઇન અને આઇસોલેશનમાં કોવિડ-૧૯ દર્દીઓની મનો-સામાજિક સંભાળ અને પુનર્વસનમાં પણ યોગ નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યો છે. તે તેમના ડર અને ચિંતાને દૂર કરવામાં ખાસ કરીને મદદરૂપ છે.
માનવીય વેદના ઉપરાંત, કોવિડ-૧૯ રોગચાળાએ વિશ્વભરના દેશોના આર્થિક અને વિકાસલક્ષી મોડલની કેટલીક મુખ્ય નબળાઈઓને પણ પ્રકાશિત કરી છે. ભવિષ્યની સમૃદ્ધિ માંગે છે કે સભ્ય દેશો કોવિડ-૧૯ રોગચાળામાંથી પુનઃપ્રાપ્ત થતાં તેઓ અલગ રીતે પુનઃનિર્માણ કરે.
યોગનો સાર સંતુલન છે – માત્ર શરીરની અંદર અથવા મન અને શરીર વચ્ચેનું સંતુલન જ નહીં, પરંતુ વિશ્વ સાથેના માનવીય સંબંધોમાં પણ સંતુલન જાળવવું. યોગ માઇન્ડફુલનેસ, મધ્યસ્થતા, શિસ્ત અને દ્રઢતાના મૂલ્યો પર ભાર મૂકે છે. જ્યારે સમુદાયો અને સમાજો પર લાગુ કરવામાં આવે છે, ત્યારે યોગ ટકાઉ જીવન માટેનો માર્ગ પ્રદાન કરે છે.
પૃથ્વી ગ્રહ સાથે સુમેળમાં ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે માનવતાની સામૂહિક શોધમાં યોગ એક મહત્વપૂર્ણ સાધન બની શકે છે. આ ભાવનાને ધ્યાનમાં રાખીને, આ વર્ષની યોગ દિવસની ઉજવણીની થીમ “માનવતા માટે યોગ” છે.
કોરોનાવાયરસ સામે લડવા યોગ નું મહત્વ
કોરોનાવાયરસ રોગચાળાને કારણે આજે વિશ્વ યોગની જરૂરિયાતની અનુભૂતિ કરી રહ્યું છે. જો આપણી પ્રતિરક્ષા મજબૂત હોય તો તે રોગ સામે લડવામાં મદદ કરે છે. એવી યોગ પ્રથાઓ છે જે આપણી પ્રતિરક્ષાને વેગ આપે છે અને ચયાપચયમાં સુધારો કરે છે., ર્ઝ્રંફૈંડ્ઢ૧૯ આપણી શ્વસન પ્રણાલી પર હુમલો કરે છે. ’પ્રાણાયમ’, શ્વાસ લેવાની કવાયત એવી વસ્તુ છે જે આપણી શ્વસન પ્રણાલીને મજબૂત બનાવવામાં સૌથી વધુ મદદ કરે છે. યોગ એક સ્વસ્થ ગ્રહ માટેની અમારી શોધમાં વધારો કરે છે. તે એકતાના બળ તરીકે ઉભરી છે અને માનવતાના બંધનને વધારે ગાઢ બનાવે છે. તે ભેદભાવ રાખતો નથી, તે જાતિ, રંગ, લિંગ, વિશ્વાસ અને વંશથી આગળ છે.
યોગ ભગાડે રોગઃ રોજીંદા જીવનમાં યોગાસનનું અનેરુ મહત્વ
ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી ધરોહર પૈકી યોગ હરોળના સ્થાને છે. વિશ્વના તમામ દેશોએ યોગને રાજીખુશીથી સ્વીકાર્યા છે. યોગનું અનુકરણ કરવાનું કર્યુ છે. છેલ્લા ચાર વર્ષમાં યોગનો ફેલાવો જેટ ગતિએ થયો છે. વિશ્વના ૧૩૦ દેશોએ યુએનની એસમ્બલીમાં યોગને સમર્થન આપ્યું છે. જેના પરિણામે ર૧ જુનના રોજ વિશ્વયોગ દિવસની ઉજવણી થાય છે.
’યોગ’- એ શરીરનો વ્યાયામ છે, મનનો આયામ (નિયમન) છે, અધ્યાત્મનું આયાન(આગમન) છે. યોગ એક પણ ફાયદા અનેક. જે યોગ કરે છે એના સંજોગ સુધરી જાય છે. યોગ કર્યા પછી આરામ જ આરામ છે. સિંહને જોઈ જેમ શિયાળ ભાગે એમ યોગ થતાં જ રોગો ભાગવા માંડે છે. યોગ ભગાડે રોગ.
સંસ્કૃત ધાતુ યુજૂ-પરથી યોગ શબ્દ બન્યો છે. યુજૂનો અર્થ છે જોડવું. આત્માને પરમાત્મા સાથે જોડવાની શાસ્ત્રોક્ત પદ્ધતિમાં યોગનો પણ સમાવેશ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ- એ મૂળ યોગનાં આઠ અંગો છે, જેથી તેને અષ્ટાંગ યોગ પણ કહે છે. તેમજ યોગથી એકાગ્રતા વધે છે. યાદશકિત વધે છે. જેને લીધે ભણવામાં ઘણી વાર અસર થાય છે. કારણ કે યાદશકિત વધવાથી બધુ સરળતાથી સ્મૃતિમાં યાદ રહી શકે છે. યમ એટલે સ્વચ્છિક બંધન, આત્મસંયમ કે સ્વનિયંત્રણ. નિયમ એટલે વ્રત, આત્માનુશાસન કે કાયદો. યમ-નિયમ યોગાભ્યાસ માટેની પૂર્વશરતો માનવામાં આવે છે. આસન, શરીર તથા મનની સ્થિરતા લાવવામાં સમર્થ છે, આસનોમાં વિવિધ શારીરિક આકૃતિઓ ધારણ કરવાનો સમાવેશ થાય છે અને તે વ્યક્તિને એક જ શારીરિક સ્થિતિમાં નોંધપાત્ર સમય સુધી ટકાવી રાખવા સક્ષમ બનાવે છે.યોગમાં જો જાણવા વગર આસન કરીએ કે કોઇ શિક્ષણ વગર આસન કરીએ તો એને નુકશાન થઇ શકે જો આપણે યોગ સવારના સમયે વહેલા ઉઠીને કરીએ તો ઘણો ફાયદો થાય છે. યોગ નિયમિત રૂપે કરવાથી ઘણા બધા જાણ્યા અજાણ્યા ફાયદાઓ થાય છે. અને સ્વસ્થ પણ રહીએ છીએ.
યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો.
આ.સી પ્રો.ડૉ.સચિન જે. પીઠડીયા-
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ