સેન્ટ્રલ સોલ્ટના સ્થાપના દિન નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

858
bvn2792017-10.jpg

સીએસઆઈઆરનો ૭૫ મો સ્થાપના દિવસ, ગુજરાતની એક માત્ર સીએસઆઈઆર પ્રયોગશાળા “સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર મા હર્ષોલ્લાસથી ઉજવવામા આવ્યો હતો. 
દિવસના પહેલા ભાગમા “વિજ્ઞાન દર્શન” શીર્ષક ધરાવતુ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ રાખવામા આવ્યું હતું. સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈ પ્રયોગશાળા ની સુવિધાઓ અને સંશોધન પ્રવૃત્તિઓ મુખ્યત્વે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નિહાળવા માટે પ્રદર્શીત કરવામા આવી હતી. આશરે ૧૫ શાળાઓ અને કોલેજોના ૭૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યાલયના ચીફ સાયન્ટિસ્ટ અને કન્વીનર ડો. પરિમલ પૉલ જણાવે છે કે, “અમે યુવાનોમાં વૈજ્ઞાનિક સ્વભાવને ઉછેરવા અને વિજ્ઞાનને સંતોષકારક, ઉત્પાદક અને આશાસ્પદ કારકિર્દીના વિકલ્પ તરીકે પસંદગી કરવા માટે પ્રોત્સાહીત કરીએ છીએ”. આ પ્રદર્શનને ઉત્સાહપૂર્ણથી ડો પ્રતાપ બાપટ, ડો હિતેશ સર્વેયા, ડો સુબિર મંડલ, સંદિપ વાણીયા, ભૂપેન્દ્ર મર્કમ અને ડો ગંગાપુરની ટીમ દ્વારા સંકલિત કરવામાં આવ્યું હતું.
“વિજ્ઞાન દર્શન” મા કેન્દ્રીય વિદ્યાલય, ભાવનગરના તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. સી.એસ.આઇ.આર. સ્થાપના દિવસના મુખ્ય મેહમાન પદ્મ ભૂષણ ધરાવનાર જે.બી. જોષી, પ્રતિષ્ઠિત હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ, મુંબઇ ખાતેના પ્રોફેસરે એક પ્રેરણાદાયી ભાષણ આપ્યુ હતુ કે કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી રાષ્ટ્રીય સંપત્તિના નિર્માણમાં મદદ કરી શકે છે અને દેશની વર્તમાન માંગને પહોંચી વળે છે. આ કાર્યના મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ, બેંગલોરથી પ્રોફેસર ડી ડી શર્મા હતા. તેમણે વિજ્ઞાનના ક્ષેત્રે ભારતના યોગદાન વિશે વાત કરી અને કેવી રીતે દેશ ઉત્સુકતાથી સી.એસ.આઈ.આર. જેવી પ્રણાલીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કે જે દેશના નાગરિકોની અસંખ્ય પૂર્ણ થઈ નથી તેવી માગણીઓને સંબોધિત કરે. નાગેન્દ્ર પાઠક અને ડૉ. પરિમલ પૌલ સીએસએમસી આરઆઈના મુખ્ય વૈજ્ઞાનિકોએ સી.એસ. આઇ.આર.ના વૈજ્ઞાનિક યોગદાન પર ભાર મૂક્યો હતો સમારોહની કાર્યવાહી ડો બીના ત્યાગીએ સંભાળી હતી અને સંસ્થાના વહીવટી અધિકારી, આલોક કુમારે આભારવિધિ કરી હતી.ં

Previous articleઆરતી શણગાર સ્પર્ધા…
Next articleઆગામી વિધાનસભા ચૂંટણી અંગે ભાજપે કાર્યકર્તાઓને બુથ કામગીરીની માહિતી આપી