પાલીતાણામાંથી ૧૭ હજાર કિલો ઘઉં ચોખાનો જથ્થો સિઝ કરાયો

10

બાતમી આધારે તંત્રએ દોડી જતા શંકાસ્પદ જથ્થો હાથ લાગ્યો
પાલિતાણા જીઆઇડીસી ખાતે આવેલ ડાયમંડ માર્બલ નામના એકમના ગોડાઉનમાં સરકારી અનાજનો માતબર જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા પાલીતાણા મામલતદારે ત્વરીત ટીમ સાથે પહોંચી જઇ તપાસણી હાથ ધરેલ. ગોડાઉનના મહંમદભાઇ – અબ્બાસભાઇને પુછપરછ કરતા આ ઘઉં – ચોખાના જથ્થાનો સ્ટોક રજીસ્ટરમાં કોઇ ઉલ્લેખ જોવા મળેલ નહીં તેથી વિશેષ કોઇ આધાર – પુરાવાઓ રજૂ કરી શકેલ ન હતા. જેથી ૧૭૦૦૦ કિલો ઘઉં – ચોખા સહિત એક વાહન સીઝ કરી ધો૨ણસ૨ની કાર્યવાહી કરીને જિલ્લા પુરવઠા અધિકારીને કાગળો મોકલી આપેલ. હવે જોવાનું રહે છે કે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટના આધારે શું કાર્યવાહી કરે છે.

Previous articleમોણપરના યુવાનના અકસ્માત બાદ બ્રેઇન ડેડ થતા અવયવદાન કરાયુ, પાંચનુ જીવન ઉજાળ્યું
Next articleગુજરાતમાં ૧૫ જ દિવસમાં કોરોનાના કેસ ૪ ગણા વધ્યા