વિરોધ પક્ષ પાસે ફકત એક જ કામ બચ્યું છે તે છે કોઇ પણ સરકારી યોજનાની ટીકા કરવી અને તેને રોકવી
નાગપુર,તા.૨૦
અગ્નિપથ યોજનાને લઇ થયેલી હિંસાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને સેનાના પૂર્વ પ્રમુખ જનરલ વી કે સિંહ (સેવાનિવૃત)એ પ્રદર્શનકારીઓની ટીકા કરતા કહ્યું કે જો તેમને સશસ્ત્ર દળોમાં ભરતીની નવી નીતિ પસંદ નથી તો તે સશસ્ત્ર દળોમાં સામેલ ન થાય અને તેના માટે કોઇ જબરજસ્તી નથી.મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સિંહ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતાં કે ભારતીય સેના જબરજસ્તી સૈનિકોની ભરતી કરતી નથી અને ઇચ્છુક આકાંક્ષી પોતાની મરજીથી તેમાં સામેલ થઇ શકે છે. તેમણે કહ્યું કે સેનામાં સામેલ થવું સ્વૈચ્છિક છે અને આ કોઇ મજબુરી નથી જો કોઇ આકાંક્ષી સામેલ થવા ઇચ્છે તો તે પોતાની ઇચ્છા અનુસાર સામેલ થઇ શકે છે અમે સૈનિકોની જબરજસ્તી ભરતી કરતા નથી પરંતુ જો તમને આ ભરતી યોજના(અગ્નિપથ) પસંદ નથી તો તેમાં (સામેલ થવા) માટે આવો નનહીં તમને આવવા માટે કોણ કહી રહ્યું છે. અગ્નિપથ યોજનાની વિરૂધ્ધ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના નિવેદનને લઇ વિરોધ પક્ષ પર નિશાન સાધતા સિંહે આરોપ લગાવ્યો કે સૌથી જુની પાર્ટી કેન્દ્ર સરકારના સૌથી સારા કામમાં પણ દોષ કાઢી રહી છે કારણ કે આ ઇડી દ્વારા રાહુલ ગાંધીથી કરવામાં આવી રહેલ પુછપરછથી નારાજ છે. તેમણે કોંગ્રેસ પર યુવાનોને ગુમરાહ કરવાનો અને દેશમાં અશાંતિ પેદા કરવાાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના યુવાનો અને સેના માટે વિનાશકારી સાબિત થશે સિંહે કહ્યું હતું કે વિરોધ પક્ષ પાસે ફકત એક જ કામ બચ્યું છે તે છે કોઇ પણ સરકારી યોજનાની ટીકા કરવી અને તેને રોકવી તે સરકારને બદનામ કરવા માટે દેશમાં અશાંતિ પેદા કરવા ઇચ્છે છે. સિંહે કહ્યું કે અગ્નિપથ યોજનાની અવધારણાની કલ્પના ૧૯૯૯ના યુધ્ધ બાદ કારગિલ સમિતિની રચના સમયે કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે ભારતના યુવાનો અને અન્ય નાગરિકો માટે અનિવાર્ય સૈન્ય પ્રશિક્ષણની માંગ ગત ૩૦થી ૪૦ વર્ષોથી કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે અજીતમાં કહેવામાં આવ્યું હતું કે પ્રશિક્ષણ એનસીસીના માધ્યમથી આપી શકાય છે પરંતુ સૈન્ય પ્રશિક્ષણની માંગ હંમેશાથી હતી.તેમણે કહ્યું કે સેના ન તો રોજગાર એજન્સી છે અને ન કોઇ કંપની કે દુકાન તેમણે કહ્યું કે લોકો દેશની સેવા માટે પોતાની રૂચિથી સેનામાં સામેલ થાય છે.