સ્વચ્છતા અને સુપોષિત ખોરાક માટે વિવિધ પ્રવૃતિઓ કરાઈ હતી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારત માટે ઈટ રાઈટ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી કુલ ૧૮૮ શહેર જિલ્લાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા દ્વારા લોકોને સ્વચ્છ અને સુપોષિત ખોરાક મળી રહે તે માટે જન જાગૃતિના કાર્યક્રમો અને જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાતના કુલ ૨૮ શહેર જિલ્લાઓએ પણ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધાનું ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં રેટિંગ જાહેર થતાં સમગ્ર દેશમાં ભાવનગર મહાનગરપાલિકાએ ૩૩ મું સ્થાન મેળવ્યું છે તે ગૌરવપ્રદ બાબત છે. તાજેતરમાં ભાવનગર કોર્પોરેશન વતી ડો.રમેશ સિન્હા અને ટીમે આ એવોર્ડ સ્વિકાર્યો હતો.