સિહોર તાલુકાના સણોસરા ના ભુતીયા ગામે કચરા ના ઢગલા અને કડબ ના જથ્થા માં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી આ બાબત ની સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરાતા ફાયર ઓફિસર કૌશિકભાઈ રાજ્યગુરૂ અને ધર્મેન્દ્ર ચાવડા દ્વારા તાત્કાલીક ફાયર સ્ટાફ ઘટના સ્થળે રવાના કરેલ અને અંદાજીત છ હજાર લિટર પાણી નો છટકાવ કરી ત્રણ કલાક ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવેલ.
આ બનાવ માં કોઈપણ જાત ની જાનહાની થયેલ નથી આ કામગીરી માં રાહુલભાઈ રાજકુમાર રાજુભાઈ જોડાયા હતા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર.