શહેરના ક્રેસન્ટ સર્કલમાં રાજાશાહી વખતનો ઘડીયાળ સાથેનો ટાવર આવેલો છે જે ભાવનગરની આગવી ઓળખ ઉપરાંત શહેરની શોભા વધારી રહ્યો છે પરંતુ વર્તમાન શાસકો તેની સંભાળ લેવામાં વારંવાર ઉણા ઉતર્યા છે. ક્રેસંતના ટાવરની સંભાળ માટે આમ તો ખાસ કશું કરવાનું રહેતુ નથી પરંતુ તેમાં મુકાયેલી ઘડિયાળ સમયસર ચાલે તેની જવાબદારી તંત્રની રહે છે, તેમાં પણ તંત્ર ધ્યાન આપી શકતું નથી. જે દુઃખદ બાબત છે. ક્રેસેન્ટ ટાવરની ઘડિયાળ વધુ એક વખત થંભી ગઈ છે, ભાવનગરના વિકાસનું સમયપત્રક ખોરવાયેલું છે ત્યારે આ બંધ ઘડીયાળ સૂચક છે.!