રથયાત્રા કાઉન્ટ ડાઉન : સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું નાઈટ ચેકિંગ

15

આગામી તારીખ ૧ જુલાઈને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં નિકળનારી છે ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે છેલ્લા દસેક દિવસથી શહેરભરમાં સઘન નાઈટ પેટ્રોલિંગ કરી અને આવારા તત્વો સામે કેસ કરવા સહિતની કામગીરી કરવામાં આવી છે રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ પણ તૈયાર કરવામાં આવી છે આ વખતે પણ રથયાત્રા પૂર્વે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા રૂપમ ચોકથી લઈને એમ જી રોડ, ખારગેટ, મામા કોઠા રોડ, દિવાનપરા રોડ, હલુરીયા ચોક થઈ ક્રેસેન્ટ સુધી પોલીસ દ્વારા ગતરાત્રિના પગપાળા ચેકિંગ કર્યું હતું આ દરમિયાન એસ.પી. રવિન્દ્ર પટેલ, એએસપી સફીન હસન, સી. ડિવિઝન પીઆઈ, એસઓજી પીઆઇ સહિત સ્ટાફ તેમજ પોલીસ જવાનો જોડાયા હતા અને સંવેદનશીલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કઈ જગ્યાએ બંદોબસ્ત રાખવો તે અંગેનું પોલીસને માર્ગદર્શન આપ્યું હતું રથયાત્રામા પોલીસ દ્વારા સિવિલ તથા વર્દી સાથે જવાનોના બંદોબસ્ત ઉપરાંત ધોડેસવાર, સીસીટીવી, ડ્રોન કેમેરા થકી પણ સમગ્ર રથયાત્રા પર નિરીક્ષણ રાખશે.

Previous articleસેન્સેક્સમાં ૪૩૩, નિફ્ટીમાં ૧૩૩ પોઈન્ટનો ઊછાળો
Next articleઅગ્નિપથ યોજનાના વિરોધમાં કલેક્ટર કચેરીએ કોંગ્રેસનો વિરોધ-ધરણા : પોલીસે ટીંગાટોળી કરી કરેલી અટકાયત