ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી માર્ચ મહિનામાં લેવામાં આવેલી ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ ૨૮મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે ત્યારે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પ્રક્રિયા ૨૯મીથી શરૂ કરવામાં આવનાર છે. ૧૧ વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પ્રક્રિયાને લઇને ઉત્સુકતા પણ દેખાઈ રહી છે. ૩૧મી મે સુધી સ્કુલમાંથી ફોર્મ લઇને જમા કરાવવા પડશે. પહેલી જૂનના દિવસે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની પ્રથમ યાદી જારી કરવામાં આવશે. જો જરૂર પડશે તો ત્રીજી મેરિટ લિસ્ટ છઠ્ઠી જૂનના દિવસે જારી કરાશે. બીજી યાદી ચોથી જૂનના દિવસે જારી કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકાર અમદાવાદ શહેર અને ગ્રામિણ તરફથી તમામ ૧૧માં ધોરણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આદેશ કરવામાં આવ્યા છે કે,૧૧માં સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં મહત્તમ ૬૬ વિદ્યાર્થીઓને જ તક આપવામાં આવનાર છે. આમા પણ તેમના જ સ્કુલમાંથી ૧૦માં ધોરણમાં પાસ થનાર ૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. બહારના સ્કુલમાંથી ૧૦માં ધોરણમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ૧૦ વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ૧૬ સીટો રાખવામાં આવી છે. આ સીટો ઉપર કેન્દ્રીય પ્રવેશ સમિતિ તરફથી કેન્દ્રીય સ્તર પર પ્રવેશ આપવામાં આવનાર છે. સ્કુલોને ૨૯મી મેના દિવસે તેમની સ્કુલથી ૧૦માં પાસ કરનાર ૧૧માં પ્રવેશ મેળવી શકશે. બહારના વિદ્યાર્થીઓ માટે ૨૯થી ૩૧મી સુધી પ્રવેશ ફોર્મનું વિતરણ કરવામાં આવશે. પ્રાથમિકતાની યાદી ધરાવનાર ૧૦માં ધોરણમાં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયોના માર્કને ધ્યાનમાં લેવાશે. બીજી બાજુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી પરીક્ષામાં જે વિદ્યાર્થી એક વિષયમાં નાપાસ થયા છે તેમના માટે જુલાઈમાં પુરક પરીક્ષા લેવાશે.