નો પ્લાસ્ટિક બેગ ડે ના દીવસે જન જાગૃતિમા ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ જોડાયું

35

સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જર દ્વારા ૧૦ હજારથી વધુ કાપડ અને કોટન થેલીનું વીતરણ કરવામાં આવ્યું
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ સાથે જોડાયેલ જુદી જુદી શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો દ્વારા આજરોજ રવિવારના રોજ દક્ષિણામૂર્તિ બાલપમરાટ રંગમંચ ખાતે “નો પ્લાસ્ટિક ડે” ના અનુસંધાને પ્લાસ્ટિકની બેગ ન વાપરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી, શહેરના વાઘાવાડી રોડ પાસે આવેલી દક્ષિણામૂર્તિ બાલપમરાટ રંગમંચ ખાતે “નો પ્લાસ્ટિક ડે” ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે બાળકોને પ્લાસ્ટિકની બેગ ન વાપરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી તેમજ ધરેથી કોઈ ચીજવસ્તુ લેવા જાય ત્યારે કાપડની થેલીનો ઉપયોગ કરવા અંગે અજયભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ, આ કાર્યક્રમમાં વાલી, ભાઈઓ-બહેનોને ખાસ વિનંતી કરવામાં આવી હતી કે આપ પણ નાની મોટી ખરીદી કરવા જાવ ત્યારે સાથે કોટન બેગ લઈને જાવ આજના કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિ કુમાર મંદીર , ગિજુભાઈ કુ.મંદિર, સ્વામિનારાયણ ગુરુકુળ, વિદ્યાધીશ વિદ્યાસંકુલ, એમ.એસ.બી શાળા નં ૧૪, ૬૯, ૪૯, પ્રણામી પ્રાથમિક શાળાઓના બાળકો જોડાયા હતા, અત્યાર સુધીમાં સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જર દ્વારા ૧૦ હજારથી વધુ કાપડ અને કોટન થેલીનુ વીતરણ કરવામાં આવેલ છે.

Previous articleઆયોજિત યુવા પ્રતિભા સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
Next articleશાળા નં.૪૯ની દીકરીઓને નોટબુક, બોલપેન વિતરણ કરવામાં આવેલ