તારીખ ૨-૦૭-૨૦૨૨ અને શનિવારના રોજ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના પ્રભારી શ્રી દિલીપભાઈ શેટા અને પૂર્વ વિધાનસભાના પ્રભારી શ્રી રીતેશભાઈ સોનીએ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધેલ. આ બેઠકમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષય ડો. રાજીવભાઈ પંડ્યા તેમજ શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ સહિત સમગ્ર શહેર સંગઠન, મહાનગરપાલિકાના ચૂંટયેલા પદાધિકારીઓ અને નગરસેવકો, વોર્ડ સંગઠન, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમ શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.