રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી ડો.હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે સંપન્ન- તમામ આઠ સંવર્ગ ના નવીન હોદેદારો ની બંધારણ મુજબ થઈ ઘોષણા

19

આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની રાજ્ય કારોબારી બેઠક ડો. હેડગેવાર ભવન કર્ણાવતી ખાતે સંપન્ન થઈ.
અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી , અખિલ ભારતીય માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી શ્રી મોહનજી પુરોહિતની આજની બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ રહી.
શુભારંભ સત્રમાં મહેન્દ્ર કપૂર જીના હસ્તે દ્દીપ પ્રાગટ્ય બાદ પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ અને પ્રાથમિક સંવર્ગના મહિલા મંત્રી હેમાંગીબેન પટેલ દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી.
શુભારંભ સત્રમાં મહેન્દ્ર કપુરજીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંગે જાણકારી આપતા જણાવ્યું કે આ અંતર્ગત આપણે મુખ્ય પાંચ કાર્યો કરવાના છે. પહેલું કાર્ય વિશ્વવિદ્યાલયો માં 100 જેટલા સેમિનારનું આયોજન સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત “ઇન્ડિયા સે ભારત કી ઓર “વિષય ઉપર થશે. બીજું 3000 થી વધારે કોલેજમાં આ જ વિષય ઉપર વક્તવ્યનું આયોજન થશે. ત્રીજુ પહેલી ઓગસ્ટના રોજ 1,50,000 વિદ્યાલયોમાં એક સાથે ગામમાં બેનરો સાથે રેલી કાઢી ગામની શાળામાં એ સભા કાર્યક્રમમાં રૂપાંતરિત થશે જેમાં દરેક શાળાને ભારત માતા નો ફોટો, પેમ્પ્લેટ, સ્ટીકરો ભેટ આપવામાં આવશે. ગામમાં કોઈ સ્વાતંત્ર સેનાની નો પરિવાર હોય કે શહીદ સૈનિક નો પરિવાર હોય તો તેમને શાલ શ્રીફળ આપી અને સન્માન કરવામાં આવશે. વક્તા દ્વારા આપણા લાખો સ્વાતંત્ર સેનાની કે જેમની ગાથાઓથી આપણે અજાણ છે એની માહિતી ગ્રામજનો અને બાળકોને આપી અને રાષ્ટ્રીય ભાવના નો વિકાસ કરવામાં આવશે. એક શાળામાં એક ટોળી કાર્યક્રમ પૂર્ણ કરી અને બીજી શાળા તરફ રવાના થશે અને આ જ રીતે આવો કાર્યક્રમ અન્ય બે શાળાઓમાં થશે આમ એક ટોળી દ્વારા ઓછામાં ઓછા ત્રણ કાર્યક્રમોનું આયોજન થશે. ચોથો કાર્યક્રમ એ જાહેર વ્યાખ્યાન નો ગુજરાતના તમામ જીલ્લા અને મહાનગર માં જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવશે જ્યાં સમાજના શ્રેષ્ઠીઓ ને જાહેર જનતા ને આમંત્રિત કરવામાં આવશે અને વક્તા દ્વારા સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંગે વક્તવ્ય આપી રાષ્ટ્રીય ભાવના જન જન માં જાગૃત કરવામાં આવશે. પાંચમો કાર્યક્રમ “મારુ વિદ્યાલય મારુ તીર્થ” છે.. જે આગામી ઘણા વર્ષો સુધી ચાલશે. મોહનજી પુરોહિતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ વૈચારિક પ્રતિબંધતા ધરાવતું પ્રતિષ્ઠિત સંગઠન છે. એના વાર્ષિક કેલેન્ડરમાં સૌપ્રથમ કાર્ય એ સદસ્યતા અભિયાન છે જેમાં દરેક શાળામાં જઈ શિક્ષક મિત્રો સાથે વાર્તાલાપ કરી અને તેમને સદસ્ય બનાવી સંગઠન સાથે જોડવાના છે.કાર્ય વિસ્તાર માટે પ્રવાસ, તાલુકા જિલ્લા પ્રાંતની બેઠકો વગેરેમાં હાજરી આપી સંગઠનનો વિસ્તાર કરવાનો છે. અખિલ ભારતિય રાષ્ટ્રીય પ્રાથમિક સંવર્ગના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્રી ભીખાભાઈ એ કહ્યું કે આ વર્ષે આપણે સદસતા અભિયાનમાં સમગ્ર ભારતમાં સૌથી મોખરે રહી અને ગુજરાતના સંગઠનને મજબૂત બનાવવાની હાકલ કરી ઉપસ્થિત તમામ આઠ સંવર્ગના 350 હોદ્દેદારો એ સામુહિક સંકલ્પ કરી આ વર્ષ સંયુક્ત સદસ્યતા સંખ્યા બે લાખ કરવાનો નિર્ણય કર્યો. સમાપન સત્રમાં શ્રી ભીખાભાઈ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ આઠ સંવર્ગ ની બંધારણ પ્રમાણે નવિન ટીમની ઘોષણા રાજ્ય ના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી. સમાપન સત્રમાં મહેન્દ્ર કપૂર જી પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આપણે સૌ ભારતના ભવિષ્યના ઘડતરનું કામ કરીએ છીએ તો વિદ્યાલયના બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને ભારતીય સંસ્કૃતિ ના જ્ઞાનનું સિંચન કરી અને અને ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવામાં સંગઠનના કાર્યકર્તાએ પોતાનું અમૂલ્ય યોગદાન આપવાનું છે હોદ્દેદારો ખુબ મહેનત કરી સમગ્ર દેશ માં અત્યારે બીજા નંબર નું સંગઠન આ વર્ષે પ્રથમ નંબર પર પહોંચાડવા પ્રયત્ન કરશે એવો આશાવાદ પ્રગટ કરી સૌને ધન્યવાદ આપ્યા. સમગ્ર બેઠકનું સંચાલન પ્રાંત મહામંત્રી શ્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા થયું. બેઠકમાં તમામ જીલ્લા ના તમામ સંવર્ગના 352 હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છેલ્લે કચ્છ ના સરકારી માધ્યમિક સંવર્ગના પ્રાન્ત અધ્યક્ષ મુરજી ભાઈ ગઢવી દ્વારા કલ્યાણ મંત્ર બોલાવી બેઠક ની પૂર્ણાહુતિ કરવામાં આવી

Previous articleસ્મોલ વંડર દ્વારા ડોક્ટર્સ ડેની થઈ વિશિષ્ટ ઉજવણી
Next articleહાદાનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશો રજાના દિવસે જિલ્લા કલેકટરના નિવાસ્થાને દોડી જઈ હલ્લાબોલ