બે વિધાર્થીઓના “ફીટ ઇન્ડિયા અને નશાબંધી નિવારણ ” વિષયો પરના પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા

31

ભાવનગર કેળવણી મંડળ સંચાલિત એલ. આર વળીયા આર્ટસ એન્ડ પી. આર. મહેતા કોમર્સ કોલેજ ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીનાં ઉપક્રમે ઇનોવેશન કલબ અંતર્ગર્ત રાજ્યની તમામ સરકારી / અનુદાનિત કોલેજોના અમૃત નવસર્જન પ્લેટફોર્મ પર બેઝીક ઓફ વર્નાકુલર ઇનોવેશનની ૧૫ દિવસની તાલીમ લીધેલા વિધાર્થીઓની પ્રતીયોગ્યતાનું આયોજન તાઃ ૦૨/૦૪/૨૦૨૨ ના રોજ કરવામાં આવેલ હતું. જેમાં કોલેજની ત્રણ ટીમના કુલ (૬) વિધાર્થીઓ સહભાગી થયા હતા. આ વિધાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેક્ટ પૈકી (૨) બે વિધાર્થીઓના પ્રોજેક્ટ (૧) સાંકડા સરિયા અમન (બીકોમ સેમેસ્ટર -૦૫) નશાબંધી (૨)ચૌહાણ અશોક (બીકોમ. સેમેસ્ટર-૦૫) ફીટ ઇન્ડિયાએ થીમ પરના પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે. હવે તેઓ તાઃ ૧૧/૦૭/૨૦૨૨ થી ૧૩/૦૭/૨૦૨૨ સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પસંદગી પામી કોલેજનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં કલબ કો- ઓર્ડીનેટર પ્રા. રીટાબેન ઉપાધ્યાયે કામગીરી બજાવી હતી સફળ બંને વિધાર્થીઓને કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. વિરમદેવ સિંહ ગોહિલે,ટ્રસ્ટીશ્રીઓએ તેમજ સ્ટાફ ગણે અભિનંદન પાઠવેલ.

Previous articleચુનડી પ્રાથમિક શાળા
Next articleભાવનગરના હેરીટેજ સમા જશોનાથ મહાદેવ મંદિરનો કેટલોક ભાગ વરસાદમાં તુટી પડ્યો