કુંભારવાડા મીલની ચાલીમાં દબાણો પર બુલડોઝર ફેરવાયું બે માળના બાંધકામ કરી ભાડે આપી દેવાયા હતા !

18

ભાવનગરમાં મહાપાલિકા તંત્રની નિષ્ક્રીયતાનો લાભ લઇ દબાણ કરતા તત્વો ફાટીને ધુમાડે ગયા છે. મહાપાલિકાના નબળા વહિવટ અને નબળા શાસનમાં દબાણકર્તાઓને મજા જ મજા છે. જ્યારે કોઇ ફરિયાદ કરે કે દેકારો થાય ત્યારે તંત્ર જાગે છે. આજે શહેરના કુંભારવાડામાં આવા જ એક કિસ્સામાં એસ્ટેટ વિભાગે ગેરકાયદે ખડકાયેલા પાકા દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. કુંભારવાડામાં મીલની ચાલી વિસ્તારમાં જુદા જુદા આસામીઓએ ગેરકાયદે પાકા બાંધકામ કરી દબાણ કર્યું હતું. આ સામે તંત્રમાં રજૂઆત થતા આજે એસ્ટેટ વિભાગના કાફલાએ જેસીબી સાથે દોડી જઇ દબાણો પણ બુલડોઝર ફેરવ્યું હતું. તંત્રની કાર્યવાહીમાં રૂકાવટ ન આવે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મેળવાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ બે મહિલા આસામીઓએ પાકા બાંધકામ કરી અને મિલ્કત ભાડે આપી દીધી હતી !

Previous articleમેઘરાજા ગુરૂવારે ભાવનગરને ધમરોળે તેવી સંભાવના, દ્ગડ્ઢઇહ્લની ટીમ આવી પહોંચી
Next articleસત્યમિલના ગેઇટ પર ટ્રકે તળે ચોકીદાર ચગદાયા