ચોમાસાની ચાલુ સિઝનમાં ગારિયાધાર તાલુકામાં પ્રારંભિક તબક્કામાં સારી મેઘમહેર રહી છે ત્યારે તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તાજેતરના ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાઈ ગયા હતા. જેમાં પરવડી ગામે આવેલ લક્ષમી ડેમમાં નવા નીર આવ્યા હતા.