નિલમબાગ એસબીઆઈના ટાંકામાં ઉતરેલા ફાયરમેનને વીજશોક લાગતા નિપજ્યું મોત

20

બેંકમાં કોન્ટ્રાક્ટ બેઝમાં ફાયરમેનની નોકરી કરતા યુવાનના મોતથી પરિવારમાં છવાયો શોક
નિલમબાગ એસબીઆઈ ઓફિસમાં કોન્ટ્રેક્ટ બેઝ પર ફાયર ઓફિસર તરીકે નોકરી કરતો યુવક ગઇકાલે બપોરના સમયે પાણીના ટાંકામાં ઉતરતા ટાંકામાં રહેલી મોટરથી ઈલેક્ટ્રીક શોક લાગતા યુવકને ઈમર્જન્સી ૧૦૮ મારફત સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાં હતો. સરદારનગર પચાસ વારિયામાં રહેતા અને નિલમબાગ એસબીઆઈમાં કોન્ટ્રેક્ટ બેઈઝ પર ફાયર ઓફિસર તરીકેની નોકરી કરતા મયુરભાઈ દિનેશભાઈ માંડલીયા (ઉ.વ. ૨૫) સોમવારે બપોરે ૧ વાગ્યાના અરસામાં નિલમબાગ નોકરી પર હતા ત્યારે આશરે ૧૨ ફુટ ઉંડા અને ૬૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતા પાણીના ટાંકામાં ઉતરતા તેમને ટાંકની મોટરના લીધે ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર સ્ટાફે તેમને બહાર કાઢી ઈમર્જન્સી ૧૦૮ મારફત સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં તેમને ફરજ પરના તબીબે ૧.૪૨ કલાકે મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે નિલમબાગ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આશાસ્પદ યુવાન ફાયરમેનનુ અકાળે અવસાન થતાં પરિવામા શોકનો માહોલ છવાયો છે.

Previous articleભાવનગર શહેરમાં આજે એક સાથે ૨૨ કોરોનાનો નવા કેસ નોંધાયા
Next articleસૈનિકોને મદદ કરવાં રસીકદાદાની ‘દિલની દરિયાદિલી’