પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ દૂર થાય તેવા પ્રયત્નો લોકશાહી માટે આઘાતજનક; કૉંગ્રેસે જીલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૧૦% અનામત રદ્દ કરવાનો નિર્ણય વિવાદિત બન્યો છે અને વિરોધ ઉઠયો છે. આ મામલે ભાવનગરમાં આજે કોંગ્રેસે કલેકટરને આવેદન પાઠવી આ નિર્ણયમાં પુનઃ વિચારણા કરવા જણાવ્યું હતું.તાજેતરમાં ચૂંટણી આયોગે ૩,૨૫૨ ગ્રામ પંચાયતોમાં ૧૦ % ઓ.બી.સી. અનામત રદ્દ કરેલ છે , જે OBC વર્ગ માટે આઘાતજનક હોવાનું જણાવી કોંગ્રેસે વિરોધ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો OBC ને પ્રતિનિધિત્વ મળે તે માટે ભૂતકાળની સરકારોએ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં OBC માટે ૧૦ % બેઠક અનામત રાખવાની જોગવાઈ કરેલ. ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી મિશન રચી વસ્તીના આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો , પરંતુ ગુજરાત સરકારે આ અંગે કોઈ જ કાર્યવાહી કરી નહીં અને હવે રાજ્ય ચૂંટણી આયોગે ૧૦ % OBC અનામત રહેલ મહિલા અનામત સહિતની તમામ બેઠકોને સામાન્ય બેઠક તરીકે વર્ગીકૃત કરીને ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા આદેશ કર્યો છે, જે OBC વર્ગને અન્યાયકર્તા છે . ભારતીય જનતા પાર્ટી જમણેરી વિચારધારા ધરાવતી પાર્ટી છે , તે સહુ કોઈ જાણે છે અને પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ દૂર થાય.