msa ભાવનગરના વિધ્યાર્થીઓ દ્વારા જર્જરિત બિલ્ડીંગના સ્થળાંતરના વિરોધમાં છેલ્લા ૧૧ દિવસથી ચાલી રહેલી હડતાળમાં આજે છાત્રોએ સરકાર દ્વારા કોરોના મહામારીના સમયે તેમણે કરેલી કામગીરી અનુસંધાને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા જે સન્માન પત્રો પરત કરી તંત્રની આખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો તમામ વિધ્યાર્થીઓ મેડીકલ કોલેજ ખાતે એકઠા થઇ વિરોધ કર્યો હતો અને પ્રેકટીસથી દૂર રહ્યા હતા.