રોકડ અને ઇકો કાર મળી સવા બે લાખનો મુદ્દામાલ જપ્ત કરતી એલસીબી
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પૂર્વ બાતમીના આધારે શહેરના ઘોઘા રોડ પર દરોડો પાડી કારની પાછળ સંતાઈને ગંજીપાના -પૈસા વડે જુગાર રમતા સાત શખ્સોને રોકડ તથા મુદ્દા માલ સાથે રંગે હાથ ઝડપી લીધા હતા.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રાહૈ હકીકત મળેલ કે ઘોઘારોડ એચપી પેટ્રોલ પંપની સામેના ભાગે મત્સ્યઉદ્યોગની દિવાલ પાસે જાહેર રોડની બાજુમાં ઈકો કાર નં.જીજે૦૧ કેએચ. ૧૫૫૪ પાર્ક કરી કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે દોરોડો પાડતા કારની પાછળ બેસી જુગાર રમતા સાગર ભરતભાઈ વાજા, મેહુલ મગનભાઈ વેગડ, સંજય ઉર્ફે ભૂરો સંગ્રામભાઈ જેઠવા, વિપુલ બાબુભાઈ ગોહિલ, ફિરોજ નાનુભાઈ ગોરી, તંજીમ કરીમભાઈ શેખ તથા અનિલ ખોડાભાઈ મકવાણાને જાહેરમાં ગંજીપાના વડે હાથ કાપનો જુગાર રમતા રોકડ રૂપિયા ૨૩,૩૨૦ અને ઇકો કાર કિંમત રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા ૨, ૨૩,૩૨૦ના મુદ્દા માલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.