ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના જન્મદિન નિમિત્તે જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાયો

33

ભક્તિ દ્વારા શક્તિના સુત્ર દ્વારા સમસ્ત લેઉવા પટેલ સમાજને એક છત્ર નીચે લાવી ખોડલધામ મંદિરના પ્રણેતા મહામાનવ શ્રી નરેશભાઇ પટેલનો આજે તા. ૧૧/૦૭/૨૦૨૨ના રોજ ૫૭ મો જન્મદિન છે ત્યારે આવી અનોખી ઉજવણી ગુજરાતમાં ૫૭ થી વધુ સ્થળોએ ‘રક્તદાતા બનશે જીવનદાતા’ ના સુત્ર નીચે મેગા બ્લડ ડોનેશન કેમ્પોનુ આયોજન થયેલ જે અંતર્ગત ભાવનગર શહેર અને જીલ્લામાં પણ વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પોનું આયોજન કરી રક્તદાન પ્રવૃતિને વધુ મહત્વ મળી રહે અને લોક ઉપયોગી બની શકાય તેવા હેતુ સાથે શ્રી ખોડલધામ જીલ્લા સમિતી – ભાવનગર અને સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજેલ જેમાં ૯૦ યુનિટ બ્લડ એકત્રિત કરેલ જેમાં સમાજ ગૌરવ ભરતભાઇ મોણપરા ( પ્રમુખ સરદાર યુવા મંડળ ) દ્વારા ૬૯ વખત બ્લડ આપી સમાજમાં એક રક્તદાન મહાદાન સુત્રને સાર્થક કર્યુ છે. આ બાબત યુવાનોને રક્તદાન કરવા માટે પ્રેરણારૂપ છે. આ ઉપરાંત ઉમરાળા તાલુકામાં વિપુલભાઇ નાવડિયા(મહાદેવ),જગદિશભાઇ ભીંગરાડિયા, જીવરાજભાઇ સવાણી, વલ્લભીપુરમાં નિતિનભાઇ ગુજરાતી, દિલીપભાઇ છેટા, જીતુભાઇ ગાબાણી અને તળાજા-મહુવા તાલુકામાં લાભેશભાઇ પારઠિયા, જગદિશભાઇ ગજેરા, ચુનીભાઇ ઝાલાવાડિયા આ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં તાલુકા લેવલે કામગીરી કરેલ. જેમાં તાલુકા કક્ષાએ આ કેમ્પને પ્રોત્સાહન મળી રહે તે માટે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઇ મેંદપરા, વી. ડી. પટેલ અને કન્વીનર રસિકભાઇ ઝાલાવાડિયાએ શુભેચ્છા મુલાકાત કરેલ. આ કેમ્પની શુભેચ્છા મુલાકાતમાં મેહુલભાઇ પટેલ, જીવરાજભાઇ મોણપરા, ડૉ. જે.પી.મયાણી, ભીખાભાઇ ઝાઝડીયા, મુળજીભાઇ વઘાસિયા, દુલાભાઇ ઇટાળિયા, વિઠ્ઠલભાઇ મેંદપરા, મેઘજીભાઇ રાજગઢ, હસમુખભાઇ વિરડીયા, ગણેશભાઇ માધવાણી, ડૉ. એમ.આર. કાનાણી અને જ્ઞાતિના અનેક આગેવાનો હાજર રહેલ. આ કેમ્પમાં સંસ્થાના પ્રમુખ બી.પી. પટેલ, સેક્રેટરી આર.કે. મિયાણી, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઇ મેંદપરા, વી.ડી. પટેલ પણ સફળતા માટે યોગદાન આપેલ. આ તમામ કેમ્પનુ સંકલન જીલ્લા કન્વીનર રાજુભાઇ રાબડિયા, રસિકભાઇ ઝાલાવાડિયાએ કરેલ.આ ઉપરાંત વલ્લભીપુરમાં રક્તદાતાઓને ‘કલમી આંબાઓનુ ઝાડ’ સ્મૃતિમા આપેલ અને ભાવનગર શહેરમાં પણ સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન આપેલ તેમજ નરેશભાઇના દિર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય પાઠ સાથે યજ્ઞ કરવામાં આવેલ.

Previous articleશ્રીલંકાના પ્રમુખ રાજપક્ષેના નિવાસ પર લોકોનો હલ્લાબોલ
Next articleભાવનગર શહેરના તબીબ સાથે રૂ.૧.૩૨ કરોડની ઠગાઈ