શહેરના વિઠ્ઠલવાડી ખાતે રહેતા બે સગા ભાઈઓ અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલ હોય જે અંગે નિલમબાગ પોલીસ સ્ટાફે તડીપાર કરવા દરખાસ્ત કરેલ હોય જે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માન્ય રાખી બન્ને ભાઈઓને ચાર જિલ્લામાંથી તડીપાર કરવા હુકમ કર્યો છે.
અગાવ મારામારી તેમજ લુંટ તેમજ અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમોને પાસા-તડીપાર દરખાસ્તની સુચના અનુસંધાને ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં પી.આઇ.કે.જે.રાણા તથા સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઇ. યુવરાજસિંહ ગોહિલ, પો.કો. હારીતસિંહ ચૌહાણ, પો.કો. જીગનેશભાઇ મારૂ, પો.કો. અનિલભાઈ મોરી, પો.કો.હિરેનભાઇ મહેતા તથા અન્ય પોલીસ સ્ટાફે પાસા-હદપારીના કાગળો તૈયાર કરી મંજુરી માટે મોકલી આપવામાં આવતાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ-ભાવનગર દ્વારા નીરવ ઉર્ફે બાવકો રાજુભાઇ વેગડ ઉ.વર્ષ ૨૭ રહે નવી વિઠ્ઠલવાડી બે માળીયા રૂમ નં. ૬૨ ભાવનગરવાળાને ભાવનગર, અમરેલી, બોટાદ તથા અમદાવાદ (ગ્રામ્ય/શહેર) જીલ્લાની હદમાંથી ૦૬ માસ માટે હદપાર કરવામાં આવેલ તેમજ વિમલ ઉર્ફે લાલો રાજુભાઇ વેગડ ઉ.વ.૩૩ રહે નવી વિઠ્ઠલવાડી બે માળીયા રૂમ નં ૬૨ ભાવનગરવાળાને ભાવનગર, અમરેલી, બોટાદ તથા અમદાવાદ (ગ્રામ્ય/શહેર) જીલ્લાની હદમાંથી ૦૩ માસ માટે હદપારીનો હુકમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભાવનગરએ હુકમ કરેલ હોય જે હુકમની બજવણી અર્થે નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપતા ઈસમો મળી આવતાં ધોરણસર હુકમની બજવણી કરવામાં આવેલ અને મજકુર છ માસની હદપારી દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાનાં ઉના શહેર ખાતે રહેવા ઇચ્છતા હોય જેથી મજકુરને આજરોજ નિલમબાગ પોલીસ સ્ટેશનનાં પો.કો.હારીતસિંહ ચૌહાણ તથા હિરેનભાઇ મહેતા ગીર સોમનાથ જીલ્લાનાં ઉના શહેરનાં દેલવાડા મોકલી આપવા રવાના કરવા તજવીજ કરવામાં આવેલ.