રાજ્યમાં ફરી ભીષણ ગરમી : પારો ૪૫થી ઉપર

891

અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભીષણ ગરમીનો અનુભવ ફરી એકવાર થયો હતો. આગઝરતી ગરમીના કારણે આજે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૫થી પણ ઉપર પહોંચ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ પારો ૩૫થી ઉપર પહોંચ્યો હતો. આજે રાજ્યના જે વિસ્તારમાં પારો ૪૪થી પણ ઉપર પહોંચી ગયો હતો તેમાં ડીસામાં ૪૪.૨, ગાંધીનગરમાં ૪૪, અમરેલીમાં ૪૪.૩ અને કંડલા એરપોર્ટ ખાતે ૪૫.૩નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૫ ડિગ્રી નોંધાયું હતું. હીટવેવની ચેતવણી આગામી બે દિવસ માટે જારી કરવામાં આવ્યા બાદ તંત્ર સાબદુ થઈ ગયું છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ માટે હિટવેવને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે.

ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે. તીવ્ર હિટવેવ કચ્છના જુદા જુદા ભાગોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આગામી ચાર દિવસ માટે હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. બપોરના ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. રસ્તાઓ સુમસામ દેખાયા હતા. બપોરના ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો.

અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. વધતી જતી ગરમીના કારણે લોકો હવે વધુમાં વધુ સાવધાન થયા છે અને બપોરના ગાળામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વધતી ગરમી વચ્ચે પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૯ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૭૪૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૯ જ દિવસમાં ૧૭૩ અને ટાઇફોઇડના ૨૦૪ કેસ સપાટી ઉપર આવ્યા છે.  બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૯ દિવસના ગાળામાં ૨૭૬ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને રાહત આપવા માટે જુદા જુદા વિસ્તારમાં પાણીની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  ઘણી જગ્યાઓએ પાણીના જગ મુકાયા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અનેક વિસ્તારોમાં સક્રિય થયેલી છે. જેના પરિણામ સ્વરૂપે લોકોને તીવ્ર ગરમી વચ્ચે મદદ કરવામાં આવી રહી છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો, દક્ષિણ ગુજરાત અને કચ્છ, સૌરાષ્ટ્રમાં પારો ૪૧થી ૪૪ ડિગ્રીની વચ્ચે રહી શકે છે. આનો મતલ એ થયો કે લોકોને હાલમાં કોઈ રાહત મળશે નહીં.

Previous articleમારામારીના ગુનામાં સંડોવાયેલ બે સગા ભાઈઓ ૪ જિલ્લામાંથી તડીપાર
Next articleઇ્‌ઈ હેઠળ પ્રવેશની મુદત ૩૦મે સુધી લંબાવી