ઘાંચીવાડ વિસ્તારના બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સિહોર પોલીસની કાર્યવાહી – આરોપીઓ પોલીસના રડાર હેઠળ
સિહોરમાં રહેતા બે યુવકો સગીરાને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લેકમેઇલ કરી હેરાન કરતા હોવાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સગીરાને હેરાન કરનાર બન્ને શખ્સ પોલીસના રડાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સામાજિક સંબંધો માટેનું માધ્યમ હોવાની સાથોસાથ હવે ગુનાખોરીનું માધ્યમ પણ બનતું જાય છે,ખાસ કરીને યુવા અને સગીર વર્ગ આ માધ્યમથી વધુ પ્રભાવિત હોય ગુનેગારોની ચૂંગલમાં ફસાય છે.ખાસ કરીને સગીર યુવતીઓ ને ફસાવવા અસામાજિક તત્વો સક્રિય હોય છે. ભાવનગર જિલ્લાના સિહોરમાં પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી સગીરાને બ્લેકમેઇલ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલુસે કાયદેસાર કાર્યવાહી હાથ ધરી છે. સિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા નાઝીમ નસીરભાઈ દસાડીયા અને માહીર ઈકબાલભાઈ મહેતર સગીરાને ફેસબૂક,ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બ્લેકમેઇલ કરી હેરાન કરતા હોવાની સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સિહોર પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.દરમિયાન સગીરાને હેરાન કરનાર બન્ને શખ્સો હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.